જામનગર: જામનગરમાં આવેલા કેન્દ્રીય આયુર્વેદ સંસ્થાનમાં જૂનામાં જૂની લાઈબ્રેરી આવેલી છે જેમાં અઢળક પુસ્તકોનો ખજાનો છે. વર્ષો જૂના પુસ્તકોનું અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીં વર્ષો જૂના પુસ્તકોને આધુનિક મશીનરી દ્વારા નવું રૂપ પણ આપવામાં આવી રહ્યું છે. હાલ જૂના પુસ્તકોની ડિજિટલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આવો જાણીએ વિસ્તારથી.
પ્રો. વિરેન્દ્રકુમાર કોરીના જણાવ્યા અનુસાર જામનગરમાં આવેલા આયુર્વેદ સંસ્થાન ITRA માં માત્ર જામનગર, ગુજરાતના જ નહીં પરંતુ દેશ-વિદેશના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થાન વિશ્વ આખામાં પ્રખ્યાત છે ત્યારે ITRA માં મોટી લાઈબ્રેરી આવેલી છે જે વર્ષો જૂની હોવાનું મનાય છે. અહીં 1958થી અભ્યાસ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ દ્વારા 66 વર્ષના થીસીસ તૈયાર કરાયા બાદ અત્યાર સુધીમાં લગભગ 5611 થીસીસ તૈયાર કરાયા છે.
પરંતુ સમયના વહેણા વીત્યા બાદ આ પુસ્તકો જૂના થઈ ગયા હતા. સાચી મૂડી સમાન આ પુસ્તકોને સાચવવા આગ્રહ હોવાથી ઇટ્રા દ્વારા 2019માં એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં આવા પુસ્તકોને નવું રૂપ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા 21 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે કોલેજ દ્વારા “ગોપી બુક” મશીન વિકસાવવામાં આવ્યું હતું. 18 લાખ ઉપરાંતના ખર્ચે વિકસાવવામાં આવેલા આ મશીનથી જૂના પુસ્તકોને નવું રૂપ આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:
શિયાળામાં અડદ નહીં ઘઉંના પાપડની બોલબાલા, કિંમતમાં પણ મોટો તફાવત
અત્યાર સુધીમાં 2,000 થી અગાઉની સાલના તમામ પુસ્તકોનું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. જ્યારે આગામી સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. જે સંપન્ન થયા બાદ પરિણામે કોઈ વિદેશના વિદ્યાર્થીઓને પણ જૂનામાં જૂનું થીસીસ જોવું હશે તો તે વેબસાઈટના જોઈ શકશે. આમ 5,000 થી વધારે થીસીસ ઉપરાંત 20000 જેટલા પુસ્તકો આવેલા છે. વર્ષોથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ કરી થીસીસ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં તેને સંપૂર્ણ ડિજિટલ રૂપ આપી વેબસાઈટ ઉપર પણ મૂકવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર