દરિયાકાંઠાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી
ભીમકટા, જામસર, માણામોરા, કોઠારીયા, જામદૂધઇ, અંબાલા, બાલંભા, રણજીતપર સહિતનાં ગામોમાં રોજડા – ભૂંડ દ્વારા માનવી પર હુમલાનો પણ ભય
આમરણ : જોડિયા તાલુકાના આમરણ ચોવીસી પંથકના દરિયા કાંઠાળ ગામોમાં
સીમ વિસ્તારમાં નીલગાય (રોજડા) અને ભૂંડ જેવા જંગલી પશુઓ દ્વારા કૃષિ પાકોને થઇ
રહેલી વ્યાપક નુકસાનીમાંથી બચાવવા ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરી માંગણી
કરવામાં આવી છે.
ભીમકટા ગામના કિસાન અગ્રણી અને પ્રકૃતિ સંરક્ષક, ગુજરાત ગ્રીન
ગ્લોબલ બ્રિગેડ કમાન્ડો જશુભા જાડેજા વંદના વ્યક્ત કરતી રજૂઆતમાં જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં
વર્ષોથી જોડિયા તાલુકાના દરિયાકાંઠાળ ભીમકટા,
જામસપર, માણામોરા, કોઠારીયા, જામદુધઇ, અંબાલા, માવનું ગામ બેલા
તેમજ બાલંભા, કેશિયા, માધાપર, રણજીતપર સહિતના
સીમ વિસ્તારમાં હજારોની સંખ્યામાં નીલગાય (રોજડા) અને ભુંડ જેવા વન્ય પ્રાણીઓનો
વસવાટ છે. જે પશુઓ એકસોથી આસપાસની સંક્યાના ઝૂંડમાં ખેતરમાં પ્રવેશી ખરીફ તેમજ રવિ
પાકને ખાઇ જઇ તથા ખેતરમાં રમણ ભમણ કરી નાખી વ્યાપક નુકસાની કરે છે.
વર્ષોથી ખેડૂતો આ સ્થિતિ સહન કરી રહ્યા છે. પરંતુ કોઇ ઉકેલ
નહીં આવતા દયાજનક સ્થિતિમાં જીવી રહ્યા છે. બેકાબૂ વન્ય પ્રાણીઓ ખેડૂતોની મહેનત પર
પાણી ફેરવી નાખે છે. ખેડૂતો આર્થિક નુકસાનીનો ભોગ બની રહ્યા છે. ખેતર ફરતે
બનાવાયેલી કાંટાળી તારની વાડને પણ આ કદાવર પ્રાણીઓ કુદકા મારી તોડી મરોડી નાખે છે.
ભૂંડ ઉભેલાપાકને મુળિયા સહિત ખોદી કાઢી નાખીને વ્યાપક નુકસાની પહોંચાડે છે. આમ
હજારો વીઘામાં ઉભેલ પાક નિષ્ફળ જાય છે.
વધુમાં જંગલી પ્રાણીઓની પ્રકૃતિ ગત વાત કરતા જણાવ્યું કે, રોજડા અને ભૂંડ
જ્યારે એકસોની આસપાસની સંખ્યામાં સામુહિકરીતે ખેતરમાં ત્રાટકે છે. ત્યારે હુમલો
કરવાની ટેવ ધરાવતા હોવાથી ખેડૂતો માટેની તેની નજદીક જઇ ખદેડવાનું જોખમ ભરેલું બની
રહે છે. આજથી પાંચેક વર્ષ પહેલા ભીમકટા ગામની સીમમાં ધણને ચરાવવા ગયેલા એક ભરવાડ
યુવાનને ભુંડના ઝૂંડે હુમલો કરી ફાડી ખાતા મૃત્યુ નિપજ્યું હતું. જેથી રોજડા અને
ભૂંડની વધતી જતી વસ્તીને નિયંત્રિત કરવા તંત્ર દ્વારા ખસીકરણ વિધિ તથા ગીરકે
ભરડાના જંગલમાં આ પ્રાણીઓને સ્થળાંતર કરી ખેડૂતોને વન્ય પ્રાણીઓની ચુંગાલમાંથી
મુકત કરાવવા માંગ ઉઠી છે.