- 2023 અંતર્ગત મંગળવારે પ્રબુધ્ધ નાગરિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાઇ ગયો
- સમારંભના અધ્યક્ષ ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં
- જતન-સંવર્ધન કરી 21મી સદીમાં વિશ્વમાં અગ્રેસર રહેવા આહવાહન કર્યું
વિસનગર શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં કાર્યરત આદર્શ વિદ્યાલય અમૃત મહોત્સવ 2023 અંતર્ગત મંગળવારે પ્રબુધ્ધ નાગરિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં સમારંભના અધ્યક્ષ ઋષિકેશ પટેલ આરોગ્ય પરિવાર કલ્યાણ તબિબિ ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ પ્રકાશ પટેલ એસ.કે.પટેલ યુનિ. ચેરમેન, રાજેશભાઇ કે. પટેલ, બ્લડબેન્ક ચેરમેન પાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ, ઉપ પ્રમુખ ઠાકોર વિષ્ણુજી અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે તેમના પ્રવચનો ભારત સરકારની નવી શિક્ષણનિતી અંતર્ગત ભારતની યુવા પેઢીને શિક્ષણની સાથે સાથે ભારત દેશની સંસ્કૃતિના મુલ્યોનું જતન-સંવર્ધન કરી 21મી સદીમાં વિશ્વમાં અગ્રેસર રહેવા આહવાહન કર્યું હતું. તેમજ આદર્શ વિદ્યાલય શૈક્ષણિક સંકુલ અમૃત મહોત્સવ અંતર્ગત વિકાસની હરણફાળ ભરી યુવા પેઢીના જીવન ઘડતરમાં અમુલ્ય ફાળો આપે તે માટે મારી જ્યાં જરૂર પડે ત્યા સહયોગ આપવાની ખાત્રી આપી હતી. પ્રકાશ પટેલ એસ.કે.યુનિ.ચેરમેન પ્રવચનમાં વિસનગરની વિકાસયાત્રામાં કાર્યરત શૈક્ષણિક સંકુલોના અમુલ્ય સિંહફાળાની નોંધ લઇ તે સમયના પ્રબુધ્ધ અને દીર્ધ દૃષ્ટિવાન વડીલોને યાદ કરી આદર્શ વિદ્યાલય વિસનગરના અમૃત મહોત્સવમાં તન, મન, ધન અને વૈચારિક સહયોગ આપી જ્ઞાતિ જાતિ અને ધર્મથી ઉપર ઉઠી ઉત્તમ માનવ સમાજનું ઉદાહરણ પૂરું પાડી વિસનગરને પુનઃ શિક્ષણનગરીની ઓળખ આપવા પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.
આર.કે.પટેલ આર.કે જ્વેલર્સ 2 લાખના માતબર રકમના દાનની જાહેરાત કરતાં મંડળના મંત્રી જી.ડી.ચૌધરીએ આભાર માન્યો હતો.