- શિયાળુપાકના યોગ્ય ઉછેર જરૂરિયાતને ધ્યાને લઇને નિર્ણય
- 1 હજાર મેટ્રીક ટન ઇફકો યુરિયા ખાતરની ફાળવણી કરવામા આવી છે
- ખેડુતોને જરૂરિયાત મુજબ ખાતર ફાળવવાશે તેવી આશા જાગી છે
આણંદ જિલ્લામા હાલમાં શિયાલુ વાવેતરની સિઝન પુર્ણતાના આરે હોઇ ખેતીપાકોના યોગ્ય વિકાસ, ઉછેર માટે રાસાયણિક ખાતરની અનિવાર્યતાને ધ્યાને લેતા જિલ્લામાં 1 હજાર ટન ઇફકો યુરિયા ખાતરની ફાળવણી કરવામા આવી છે. જેમા આણંદ રેલવે સ્ટેશને ખાતરની રેક આવી પહોંચતા ભારવાહક વાહનો મારફતે જે-તે ખાતર વિતરમ ડેપો સુધી જથ્થો પહોંચતો કરવામા આવી રહ્યો છે. હ્યૃષિ સમૃદ્ધ આણંદ જિલ્લામાં ત્રણેય ખેતસિઝનો ટાણે જુદા-જુદા ખેતીપાકો માટે રાસાયણિક ખાતરની જરૂરિયાતને ધ્યાને લેતા તાલુકા વેચાણ સંઘો, કેટલીક સહકારી મંડળીઓ, ખાતર વિતરણ કેન્દ્રો દ્વારા સમયાંતરે યુરિયા, પોટાશ, સલ્ફેટ, ડીએસી સહિતના ખાતરની વધતા-ઓછા પ્રમાણમા આયાત કરવામા આવે છે. ત્યારે હાલમાં શિયાળુ પાકની વાવણી સિઝન અંતિમ તબક્કામા પ્રવેશી હોઇ વાવાણી તેમજ પાકના યોગ્ય ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાતને ધ્યાને લેંતા જિલ્લામાં હાલમાં 1 હજાર મેટ્રીક ટન ઇફકો યુરિયા ખાતરની ફાળવણી કરવામા આવી છે. જેમા ફર્ટીલાઇઝર કંપનીઓમાંથી પુરતો સ્ટોફ ગુડસ ટ્રેન મારફતે આણંદ રેલવે સ્ટેશને આવી પહોંચતા રેલવે ગોદીમાંથી તબક્કાવાર ટ્રક, ટેમ્પો જેવા ભારવાહક વાહનો મારફતે ખાતરનો જથ્થો તાલુકા સહકારી સંઘો, ખાતર વિતરણ ડેપો, ખાતર વિતરણ એન્જસી, વિક્રેતાઓને ત્યાં પહોંચાડવામા આવી રહ્યો હોઇ આગામી દિવસોમાં ખેડુતોને જરૂરિયાત મુજબ ખાતર ફાળવવાશે તેવી આશા જાગી છે.