- કન્ઝયુમર ઇન્ડક્સિંગ-, સરવેની કામગીરી પૂર્ણતાને આરે હોઇ
- તબક્કાવાર વીજમીટરો ઇન્સટોલ કરાશે : ગેરરીતિના કિસ્સાઓને નિયંત્રિત કરી શકાશે
- તમામ વીજધારકોને સ્માર્ટ વીજમીટર ઉપલબ્ધ બનાવવામા આવશે
મધ્ય ગુજરાત વીજ કંપની લી-આણંદ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે સર્વેની કામગીરી અંતર્ગત શાસ્ત્રી સબ ડિવીઝન હેઠળના વિસ્તારોમા નોધાયેલા 32,450 વીજગ્રાહકોના કન્ઝયુમર ઇન્ડેક્ષીંગ-સર્વેની કામગીરી પુર્ણતાના આરે હોઇ સર્વે પુર્ણ થયેલ વિસ્તારમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાઇ છે. સર્વે પુર્ણ થતાં તબક્કાવાર તમામ વિસ્તારોને આવરી લેવાશે,
આણંદ એમજીવીસીએલના કાર્યક્ષેત્રમા આવતા વિસ્તારોમા ગ્રાહકોને સ્માર્ટ વીજમીટર ઉપલબ્ધ બનાવવાની પુર્વતૈયારીઓ હાથ ધરાઇ છે. જેમા શાસ્ત્રી ડિવીઝનમા નોધાયેલા 32,450 વીજ ગ્રાહકોના રહેઠાણ-કાર્યસ્થળોએ સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે વીજકંપનીની ટીમ દ્વારા કન્ઝયુમર ઇન્ડેક્ષ-સર્વેક્ષણ હાથ ધરાયુ હોઇ જે હાલમા અંતિમ તબક્કામા છે. જે ગ્રાહકોનુ સર્વે પુર્ણ થયુ હોઇ તેઓના રહેઠાણ-કાર્યસ્થળોએ સ્માર્ટ વીજમીટર લગાવવાનો પ્રારંભ કરાયો છે. જેમ-જેમ સર્વેની કામગીરી પુર્ણ થતી જશે તેમ તમામ વીજધારકોને સ્માર્ટ વીજમીટર ઉપલબ્ધ બનાવવામા આવશે. કાગગીરીમા સરળતા અને ઝડપ વર્તાઇ રહે તે માટે હાલમા શાસ્ત્રી સબ ડિવીઝન હેઠળમાં સમાવિષ્ટ વિસ્તારોમાં કન્ઝયુમર ઇન્ડેક્ષીંગ અને સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી પેરેલલ-એકસાથે હાથ ધરવામા આવી છે. જે માટે કંપનીના તજજ્ઞ સર્વેયરો-કર્મીઓની ટીમને કામે લગાડીને પ્રક્રિયા હાથ ધરાઇ છે. જોકે સ્માર્ટ વીજ મીટર ઉપલબ્ધ બનતા નાગરિકો મોબાઇલ ફોનની જેમ મીટરમા રીચાર્જ કરાવીને વીજવપરાશ કરી શકે તેવી સિસ્ટમ અમલી બનાવી હોઇ ગ્રાહકો વીજમીટરના દૈનિક-માસિક યુનિટમા વપરાશ સહિતની આંગળીના ટેરવે મેળવી શકશે.
આણંદ શહેરમા એમજીવીસીએલ દ્વારા તબક્કાવાર સર્વેક્ષણ કરીને સ્માર્ટ વીજમીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ત્યારે સ્માર્ટ સિસ્ટમથી ગ્રાહકોએ ઉપયોગમાં લીધેલા યુનિટદીઠ વીજવપરાશ મુજબ જ વીજબિલ ભરપાઇ કરવુ પડશે. વીજગેરરીતિને લગતા કિસ્સાઓને નિયંત્રિત કરી શકાશે.