આણંદ: ગુજરાતીઓ ખાણી-પીણીના શોખીન હોય છે. જેથી ગુજરાતના દરેક વિસ્તારમાં જુદી જુદી વેરાયટીની ડીશ ખાવા મળી રહે છે. આણંદમાં પણ એક જગ્યા એવી છે, જ્યાં દેશી ઓથેન્ટિક ફૂડ મળે છે. જોળ ગામ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં એક યુવાન દ્વારા ઓથેન્ટિક ઉત્તર ગુજરાતની વિવિધ વાનગીઓ બનાવીને વેચવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ અલગ અલગ પ્રકારની વસ્તુ ચૂલા ઉપર તૈયાર કરીને આણંદ અને તેને આસપાસના વિસ્તારમાં પહોંચાડી રહ્યા છે.
ઓથેન્ટિક ફૂડ સ્વાદિષ્ટ હોય છે: ધ્રુવિલ પટેલ
જોળ ગામમાં રહેતા ધ્રુવિલ પટેલ નામના યુવાને ઓથેન્ટિક ફૂડ વેચવાની શરૂઆત કરી છે. લોકલ 18 સાથે વાત કરતા ધ્રુવિલ પટેલે જણાવ્યું હતું કે, ‘છેલ્લા ચાર વર્ષથી તેઓ વિવિધ પ્રકારની ઉત્તર ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ જેવી કે તુવેરના ટોઠા, લીલી હળદરનું શાક, લીલી ડુંગળીનું શાક, લીલા લસણ ડુંગળીનું શાક, આખા લસણનું શાક વગેરે ખૂબ જ ઓથેન્ટિક રીતના બનાવીને વેચી રહ્યા છે. આ બધી જ વસ્તુઓ હું ચૂલા ઉપર તૈયાર કરું છું. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ચૂલા ઉપર તૈયાર કરવામાં આવેલા બધી જ વાનગીઓ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આ બધી વસ્તુ બનાવવા માટેની રો મટીરીયલ પોતાના ખેતરમાં ઉગાડું છું તથા કેટલીક વસ્તુઓ બજારમાંથી ખરીદીને લાવું છું.’
કેવી રીતે આવ્યો ઓથેન્ટિક ફૂડ બનાવવાનો વિચાર?
ધ્રુવિલ પટેલે બી.કોમ. પાસ કર્યું છે. ત્યારબાદ તેઓ શાળા રંગવાનો કોન્ટ્રાક્ટ લેવાનું કામ કરે છે. થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતમાં તેમનું કામ ચાલી રહ્યું હતું. આ દિવસો દરમિયાન તેમણે તુવેરના ઠોઠા અને લીલી હળદરનું શાક ટેસ્ટ કર્યું હતું. ત્યાં લોકો આને બ્રેડ સાથે ખાઈ રહ્યા હતા. ‘જોકે આ શાકને મેંદા સાથે ખાવા કરતાં તેને લોકો હેલ્ધી વસ્તુ સાથે ખાય તે વિચાર સાથે તેમણે આ જ વસ્તુ આણંદમાં બાજરાના રોટલા અને મકાઈના રોટલા સાથે શરૂ કરી છે.’ તેઓને પહેલેથી જ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાનો શોખ હોવાથી ઘરે જાતે જ અલગ અલગ વેરાયટી બનાવીને ઘરના લોકો અને આજુબાજુમાં ચખાડતા હતા. તેમ કરતાં કરતાં તેમને ધીમે ધીમે આ બિઝનેસની શરૂઆત કરી હતી.
છેલ્લા ચાર વર્ષ દરમિયાન તેમણે ખાસ ઓથેન્ટિક વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી છે. તેમના દ્વારા આ બધી જ વસ્તુઓ ફાર્મ હાઉસ પર તૈયાર કરીને આણંદ પહોંચાડવામાં આવે છે. જ્યાંથી જે તે પ્રમાણે ઓર્ડર હોય તે પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. બપોરના ત્રણ વાગ્યા સુધી તેમના દ્વારા ઓર્ડર લેવામાં આવે છે. સાંજના સમયે પણ ઓર્ડર આપે તો વસ્તુ મળી જાય છે. તેમને ત્યાં 140 થી લઈને શરૂ થઈને 500 સુધીના શાક મળી જાય છે જેમાં 300 ગ્રામ, 500 ગ્રામ અને એક કિલોનો સમાવેશ કરવામાં આવે છે. ખાસ કરીને તેમના દ્વારા શિયાળામાં ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય તેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં બાજરી મકાઈના રોટલા, તુવેરના ઠોઠા, લીલી હળદરનું શાક, લીલા લસણ અને ડુંગળીનું શાક વગેરે જેવી યુનિક વાનગીઓ બનાવવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર