અમરેલી: અમરેલી જિલ્લામાં સિંહના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. આજે સિંહના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નવાપરા વિસ્તારમાં એક પશુનો શિકાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ બીજો વીડિયો રસ્તા પર નીકળેલા સિંહનો વીડિયો વાયરલ થયો છે.
પ્રથમ વીડિયો અમરેલી જિલ્લાના ધારી શહેરના નવાપરા વિસ્તારમાં શેત્રુંજી નદીના પુલ ઉપર એક પશુનું છ જેટલા સિંહ મારણ કર્યું હતું, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજો વીડિયો અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગામડાનો છે. આ વીડિયો ક્યાંનો છે જે મુદ્દે હાલ વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ગીર કાંઠાના ગ્રામીણ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાત્રીના સમયે પસાર થઈ રહેલા વ્યક્તિએ કેમેરામાં આઠ જેટલા સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા, જેનો વીડિયો કેદ કર્યો હતો.
અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રાત્રીના સમયે શિકારની શોધમાં સિંહ આવે છે. અમરેલી જિલ્લામાં દિવસ દરમિયાન શિકારની શોધમાં નીકળેલા સિંહના વીડિયો પણ ભૂતકાળમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આજે વધુ બે વીડિયો રાત્રિના સમયે લટાર મારતા અને શિકાર કરતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આ પણ વાંચો:
ખેતીમાં જ આ શક્ય છે, 10 હજારના ખર્ચમાં 1 લાખ રૂપિયાનો નફો, જામફળની સફળ ખેતી
સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું કે “અમરેલીના જંગલ વિસ્તારની અંદર પસાર થતાં તમામ વ્યક્તિઓએ કોઈપણ વન્ય પ્રાણી, પશુ કે પક્ષીઓને હાનિ ન પહોંચાડવી, પશુ પક્ષીઓને છંછેડવા નહીં તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન કરવા અપીલ કરવામાં આવે છે. સાથે જ અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને વાડી વિસ્તારની અંદર રાત્રીના સમયે જો વન્ય પ્રાણી, પશુ દેખાય તો નજીકના વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ. જંગલ વિસ્તારની અંદર પસાર થતા પર્યટકો અને સ્થાનિક વ્યક્તિએ કોઈપણ પશુ, પક્ષીઓને ખોરાક આપવો જોઈએ નહીં. તેમજ વન્ય પ્રાણીને છંછેડવા નહીં અને જંગલ વિસ્તારની અંદર પ્લાસ્ટિકનો ઘન કચરો નાખવો નહીં.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર