Indian Cricket: ભારતીય ક્રિકેટમાં ઘણા એવા દિગ્ગજ ક્રિકેટર્સ રહ્યા છે, જેમની કારકિર્દી ખૂબ જ શાનદાર રહી પરંતુ તેમને ફેરવેલ મેચ ન મળી. તાજેતરનું ઉદાહરણ રવિચંદ્રન અશ્વિન છે, જેમણે ચાલુ બોર્ડર ગાવસ્કર ટ્રોફી વચ્ચે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. તે છેલ્લી મેચ એડિલેડમાં રમ્યો હતો, જ્યારે બ્રિસ્બેનમાં રમાયેલી મેચ બાદ તરત જ આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. આવી સ્થિતિમાં ચાલો જાણીએ એવા 8 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો વિશે જેમને ફેરવેલ મેચ ન મળી.
1. રવિચંદ્રન અશ્વિન
રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ બાદ અચાનક આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. તેને ફેરવેલ મેચ ન મળી.
2. એમ.એસ ધોની
એમએસ ધોની છેલ્લી વખત 2019 વન ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારત માટે રમ્યો હતો. ત્યારબાદ 2020માં અચાનક તેણે સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.
3. વિરેન્દ્ર સેહવાગ
વિરેન્દ્ર સેહવાગે 2013માં યોગ્ય ફેરવેલ મેચ લીધા વિના જ સંન્યાસ લઈ લીધો હતો.
4. યુવરાજ સિંહ
યુવરાજ સિંહને કથિત રીતે 2017માં ફેરવેલ મેચની ઓફર કરી હતી પરંતુ તેણે ઈનકાર કરી દીધો હતો.
5. હરભજન સિંહ
હરભજન સિંહ છેલ્લી વખત 2016માં ભારત માટે મેચ રમ્યો હતો અને 2021માં તેણે ખેલના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
6. ઝહીર ખાન
ઝહીર ખાને 2011ના વન ડે વર્લ્ડ કપ બાદ ધીમે-ધીમે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું હતું અને અંતે 2015માં તેણે સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.
7, શિખર ધવન
શિખર ધવન 2024ની શરૂઆતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પાછો ફર્યો અને ભારત માટે ક્યારેય યોગ્ય ફેરવેલ મેચ ન મળી.
8. વીવીએસ લક્ષ્મણ
વીવીએસ લક્ષ્મણે 2012માં ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ તેને યોગ્ય ફેરવેલ મેચ ન મળી.