- કાયદો અને વ્યવસ્થા જાળવવા 390 પોલીસ જવાનોનો કાફલો હાજર રહેશે
- માર્કેટયાર્ડ ખાતે આયોજિત સભામાં થરાદ માટે મહત્ત્વની જાહેરાત થવાની ચર્ચા
- કાયદો અને વ્યવસ્થાના પાલન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોડવાશે
થરાદમાં આજે તા.10 જૂને મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેરસભા યોજાશે. જે અંતર્ગત થરાદ માર્કેટયાર્ડમાં વિશાળ ડોમમાં 50 હજારની જનમેદની એકઠી થનાર હોઈ કાયદો અને વ્યવસ્થાના પાલન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોડવાશે. જેમાં ડીવાયએસપી 3,પી.આઈ 7, પી.એસ.આઈ 24 સહિત 390 પોલીસ જવાનો ઉપસ્થિત રહેશે.
થરાદ માર્કેટયાર્ડ ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની જાહેર સભાને પગલે જિલ્લા ભાજપ અને થરાદ તાલુકા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. જેમાં થરાદ માર્કેટ યાર્ડ ખાતે 85000 ચોરસ ફ્ુટમાં મંડપ બંધાયો છે. સભામાં 50 હાજરથી વધારે લોકો હાજર રહેશે. બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે વર્ષોથી થરાદ તાલુકાના વિકાસ માટે કાર્યો કર્યાં છે અને તાજેતરમાં થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા પણ થરાદ તાલુકાના વર્ષોથી બાકી રહેલા વિકાસના કામો પણ પુરા કરાયા છે. મુખ્યમંત્રીની સભામાં થરાદને વધુ એક ભેટ મળવાની હોવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.