આજના તાજા સમાચાર – Today Latest News in Gujarati 1 January 2025 LIVE

0
56

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 1 January 2025 LIVE, આજના તાજા સમાચાર: વર્ષ 2024 ભારતની અર્થવ્યવસ્થા માટે સારું રહ્યું. વર્ષ 2024માં જીએસટી કલેક્શને પણ રેકોર્ડ બનાવ્યો છે. ડિસેમ્બર 2024માં ગ્રોસ જીએસટી કલેક્શન બહાર આવ્યું છે. ડિસેમ્બર 2023ની સરખામણીમાં ડિસેમ્બર 2024માં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. ડિસેમ્બર 2024માં 1,76,857 કરોડ રૂપિયાનું જીએસટી કનેક્શન થયું છે. ડિસેમ્બર 2024 ના આંકડા ડિસેમ્બર 2023ની સરખામણીમાં 7.3 ટકા વધારે છે. બુધવારે સરકારે આ આંકડા જાહેર કર્યા હતા. આંકડા મુજબ સેન્ટ્રલ જીએસટી કનેક્શન (સીજીએસટી) 32,836 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે સ્ટેટ જીએસટી કલેક્શન (એસજીએસટી) 40,499 કરોડ રૂપિયા રહ્યું હતું. ઇન્ટિગ્રેટેડ જીએસટી કલેક્શન (આઇજીએસટી) 47,783 કરોડ રૂપિયા રહ્યું છે જ્યારે સેસ કલેક્શન 11,471 કરોડ રૂપિયા રહ્યું છે.

બનાસકાંઠાના સુઈગામમાં બસ-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં મોત, 26 ઈજાગ્રસ્ત

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના સુઇગામ નજીક બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થઇ છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. રાજસ્થાનથી રાજકોટ તરફથી જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ નજીક અક્સ્માત નડ્યો હતો.આ ટક્કર એટલી ભયંકર હતી કે બસ કચ્ચરઘાણ વળી ગયો હતો. રાજસ્થાન તરફથી મુસાફરોને ભરીને રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઇગામના ઉચોસણ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આ અકસ્માતમાં 26 લોકોને ઇજા પહોંચી છે, જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

મોદી સરકારે નવા વર્ષના દિવસે ખેડૂતોને આપી ભેટ, હવે ખાતર પર મળશે વધુ સબસિડી

Union Cabinet Meeting : નવા વર્ષ 2025ની પહેલી મોદી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં સરકારે ડીએપી ખાતર બનાવતી કંપનીઓ માટે ખાસ પેકેજ મંજૂર કર્યું હતું. આ સાથે ખેડૂતોને ડીએપી માટે વધુ પૈસા ચૂકવવા નહીં પડે અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે. ડીએપી ઉત્પાદક કંપનીઓને અપાતી સબસિડી ઉપરાંત સરકાર આર્થિક મદદ પણ કરશે.

મરાઠા ઈન્ફન્ટ્રીએ પેંગોંગ ઝીલના કિનારે શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી

પૂર્વી લદ્દાખમાં 14,300 ફૂટની ઊંચાઈએ પેંગોંગ ત્સો તળાવના કિનારે છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મરાઠા પાયદળના અધિકારીઓ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લદ્દાખમાં તેના ઉદઘાટનથી જ એક ચર્ચા છેડાઈ ગઈ છે અને કેટલાક સ્થાનિક નેતાઓ આ પગલા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

લદ્દાખ સ્થિત 14 કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બહાદુરી, દૂરંદેશી અને અડગ ન્યાયના આ વિશાળ પ્રતીકનું ઉદ્ઘાટન ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના GOC અને મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, લેહના ચુશુલ વિસ્તારના કાઉન્સિલર અને લદ્દાખ ઓટોનોમસ હિલ કાઉન્સિલ (લેહ)ના સભ્ય ખોનચોક સ્ટેનઝિને પ્રતિમાની સ્થાપના પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

નલિયામાં 6 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર

સમગ્ર ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં અત્યારે 6 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here