Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 27 December 2024 LIVE, આજના તાજા સમાચાર: પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિહના આજે સવારે 11.45 કલાકે નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે થશે. ગૃહમંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે તેમના સ્મારક બનાવવા માટે સરકાર રાજી થઈ ગઈ છે. માત્ર જગ્યા શોધવા માટે થોડો સમય માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું હતું. નિગમબોધ ઘાટ પર શનિવારે સવારે 11.45 કલાકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ડો.મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 11:45 વાગ્યે નિગમબોધ ઘાટ, નવી દિલ્હી ખાતે થશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બની શકે. કોંગ્રેસ પાર્ટીએ આગામી સાત દિવસ માટે તેના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.