IPL 2025 schedule announced : આઈપીએલ 2025 ફરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલ 17 મે થી શરુ થશે અને 3 જૂન 2025ના રોજ ફાઇનલ મેચ રમાશે. કુલ 17 મેચ 6 સ્થળોએ રમાશે. સંશોધિત કાર્યક્રમમાં બે ડબલ-હેડરનો સમાવેશ થાય છે, જે બે રવિવારે રમાશે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને કારણે આઈપીએલ 2025 સ્થગિત કરવામાં આવી હતી.
કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ શનિવારને 17 મે ના રોજ બેંગલુરુના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બેંગલુરુ, લખનઉ, જયપુર, દિલ્હી, મુંબઈ અને અમદાવાદ બાકીની લીગ મેચોની યજમાની કરશે. બે ડબલ હેડર મુકાબલા પણ થશે. રવિવારે 18 મે અને 25 મે ના રોજ માત્ર બે જ ડબલહેડર હશે.
ફાઇનલ 3 જૂને યોજાશે
આઇપીએલ 2025 પ્લેઓફ મેચની વાત કરીએ તો 29 મેના રોજ ક્વોલિફાયર-1 રમાશે. 30 મે ના રોજ એલિમિનેટર, 1 જૂનના રોજ ક્વોલિફાયર્સ 2 અને ફાઇનલ 3 જૂને યોજાશે. પ્લે ઓફ અને ફાઈનલના સ્થળની જાહેરાત કરવામાં આવી નથી. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ફરી રમાશે. સુરક્ષા કારણોસર શુક્રવારે (9 મે)ના રોજ ધર્મશાલામાં મેચ અધવચ્ચે જ રોકવી પડી હતી. બીજા દિવસે આઈપીએલને 7 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો – વિરાટ કોહલીના એવા રેકોર્ડ્સ, જેને તોડવા અશક્ય છે, આ છે આખું લિસ્ટ
BCCIનું નિવેદન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક નિવેદનમાં આઈપીએલ 2025 નો નવો કાર્યક્રમ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર અને સુરક્ષા એજન્સીઓ અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યા પછી ટૂર્નામેન્ટ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ લીગમાં અત્યાર સુધી 58 મેચ રમાઈ ચૂકી છે
તમને જણાવી દઈએ કે આ લીગમાં અત્યાર સુધી 58 મેચ રમાઈ ચૂકી છે. આ પૈકીની 58મી મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. જોકે આ મેચ ફરી પુરી થશે કે નહીં તે અંગે કોઇ માહિતી મળી નથી. છેલ્લી 58 મેચોની વાત કરીએ તો ગુજરાત પોઈન્ટ ટેબલમાં હજુ પણ નંબર વન પર છે, જ્યારે આરસીબી બીજા સ્થાન પર છે. બંને ટીમોના 16-16 પોઈન્ટ છે. ઓરેન્જ કેપ હાલ સૂર્યકુમાર યાદવ પાસે છે, જ્યારે પર્પલ કેપ પ્રસિદ્ધ કૃષ્ણા પાસે છે.