– સુરેન્દ્રનગરમાં એસએમસીના દરોડા
– રોકડ, વાહનો સહિત રૂા. 23.05 લાખનો મુદ્દામાલ જપ્તઃ એસએમસીના દરોડા પોલીસ બેડામાં નવા જુની થવાના એંધાણ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા આંબેડકરનગરના એક મકાનમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા ધોડી પાસાના જુગારધામ પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો કરી ૯ જુગારીઓને રોકડ, મોબાઈલ અને વાહનો સહિત ૨૩.૦૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. એસએમસીના દરોડાથી બી-ડિવીઝન પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે.
આંબેડકર ચોક પાસે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ઉર્ફે ચકો રણછોડભાઈ ઉર્ફે બાબુભાઈ પરમાર પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડી પાસાનો જુગાર રમાડો હોવાની બાતમીના આધારે એસએમસી ટીમે દરોડો કર્યો હતો. સ્થળ પરથી ધોડી પાસાનો જુગાર રમતા ૯ શખ્સોને રોકડ રૂા.૫,૪૧,૩૨૦, ૯ મોબાઈલ કિંમત રૂા.૪,૧૪,૦૦૦, ૧-કાર અને ૬-બાઈક કિંમત રૂા.૧૩,૫૦,૦૦૦ સહિત કુુલ રૂા.૨૩,૦૫,૯૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પાંચ જેટલા શખ્સો હાજર મળી આવ્યા નહોતા. એસએમસી પોલીસે ઝડપાયેલ ૯ શખ્સો તેમજ હાજર મળી ન આવેલ ૫ શખ્સ સહિત કુલ ૧૪ શખ્સો સામે બી-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. બી-ડિવીઝન પોલીસની હદમાં ઘોડી પાસાનો જુગાર રહેણાંક વિસ્તારમાં ચાલતો હોવા છતાં સ્થાનીક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા અંતે ગાંધીનગર એસએમસીની ટીમે રેઈડ કરતા પોલીસની કામગીરી સામે ફરી અનેક સવાલો ઉઠયા છે અને આગામી દિવસોમાં આ રેઈડને લઈ પોલીસ બેડામાં નવા જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.
જુગાર રમતા ઝડપાયેલ આરોપીઓ
મનસુખભાઈ ઉર્ફે ચકો રણછોડભાઈ ઉર્ફે બાબુભાઈ પરમાર (રહે.આંબેડકરનગર,મુખ્ય આરોપી), અમીતભાઈ કાનજીભાઈ રાઠોડ (રહે.રતનપર), રામાભાઈ રાણાભાઈ ગમારા ( રહે.કુંભારપરા), વિશાલભાઈ વિનોદભાઈ મઢવી (રહે.આંબેડકરનગર), દિપકકુમાર ધનજીભાઈ દાફડા (રહે.આંબેડકરનગર, રાજકોટ), કુલદિપસિંહ રણજીતસિંહ રાઠોડ (રહે.માધાપર ચોકડી, રાજકોટ), ભુપતભાઈ દેવાભાઈ બોરીચા (રહે.ભગવતીપરા, રાજકોટ), ચંદુભાઈ કરશનભાઈ મહીડા (રહે.આંબેડકરનગર, રાજકોટ) અને રમેશભાઈ જશવંતભાઈ રાઠોડ ( રહે.ગાંધી હોસ્પીટલ પાછળ, સુરેન્દ્રનગર)
હાજર મળી ન આવેલ જુગારીઓ
રાજુભાઈ ડાંગર (રહે.૮૦ ફુટ રોડ, વઢવાણ), પ્રદિપભાઈ ઉર્ફે પદો કાનજીભાઈ સોલંકી (રહે.રાજ હોટલ પાછળ), કાનાભાઈ ખત્રી (રહે.વઢવાણ), તેજસિંહ ઉર્ફે ભૈયો (રહે.જામનગર) અને રવિભાઈ (રહે.ચોટીલા)