- બાવલું પોલીસ ઊંઘતી રહી, મહેસાણા LCB પોલીસની ટીમે ખેલ પાડયો
- પોલીસના આંખ આડા કાન
- કડીનાં અન્ય ગામોમાં જુગારધામ જેવી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે
મહેસાણા એલસીબી પોલીસની ટીમ કડી પંથકના પેટ્રોલીંગમાં હતી. તે સમયે મહેસાણા એલસીબી પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે આંબલીયારા ગામમાં કેટલાંક શખ્સો જૂગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબી પોલીસની ટીમે રેડ કરતા સ્થળ પર 4 જુગારીયાઓને રૂ.85 હજારથી વધુનાં મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી ધરી છે.
મહેસાણા એલસીબી પીએસઆઈ જે.એમ ગેહલાવત પોલીસ ટીમ સાથે કડી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે સમયે મહેસાણા એલસીબી પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી તાલુકાના આંબલીયારા ગામનાં મેલડી માતાજીના ચોકમાં કેટલાક શખ્શો જુગાર રમી રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબી પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સ્થળ ઊપર જુગાર રમતા (1) સલીમભાઈ મલેક (રહે. આંબલીયારા) (2)રહીમમિયા મલેક (રહે. રાજપુર તા- કડી) (3) નાદીર ખાન પઠાણ (રહે. રાજપુર તા- કડી) (4) મહેશજી ઠાકોર (રહે. ખાવડ તા.કડી) ને ઝડપી લીધા હતા. મહેસાણા એલસીબી પોલીસની ટીમે જુગારીઓ પાસેથી રોકડ રકમ સહિત રૂ. 85,810નો મુદ્દામાલ કબજે લઈ બાવલું પોલીસ મથકે જુગારધારાની કલમ હેઠલ ગુનો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે આંબલીયારા સિવાય કડી તાલુકાનાં અન્ય ગામોમાં પણ મોટાપાયે જુગારધામ જેવી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. તેમ છતાં સ્થાનિક લોકો પોલીસ આંખ આડા કાન કરી રહી છે. ત્યારે કોની છત્ર છાયા હેઠળ મસમોટા જુગારધામ ચાલી રહ્યા છે તેવી નગરજનોમાં ગણગણાટ ફેલયો છે.