Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિમાં નાસભાગ મચી ગઈ હતી. ટોકન લેવાના કારણે આ સ્થિતિ ઉદ્ભવી હતી. નાસભાગને કારણે ચાર લોકોના મોત થયા હતા, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ વૈકુંઠ એકાદશી 2025 માટે ઓનલાઈન બુકિંગ અને ટિકિટ રિલીઝ કરવાનું શરૂ કરતાં તિરુપતિમાં વાર્ષિક વૈકુંઠ દર્શન ટિકિટ કાઉન્ટર્સ પર અરાજકતા ફેલાઈ ગઈ હતી.
સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓ સાથે ફોન પર આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર વિશે વાત કરી હતી. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે જવા અને રાહતના પગલાં લેવા આદેશ આપ્યો છે જેથી ઘાયલોને સારી સારવાર મળી શકે.
10 થી 19 જાન્યુઆરી માટે ખોલાયા વૈકુંઠના દ્વાર
એક દિવસ અગાઉ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એક્ઝિક્યુટિવ ઓફિસર (EO) જે શ્યામલા રાવે 10 થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારી વૈકુંઠ એકાદશી અને વૈકુંઠ દ્વાર દર્શનમની વિગતવાર વ્યવસ્થાઓની રૂપરેખા આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાન્ય યાત્રાળુઓને વૈકુંઠ દ્વાર દર્શન આપવા એ TTDની ટોચની પ્રાથમિકતા છે.
આ પણ વાંચો: ‘ઇમરજન્સી’ની રિલીઝ વચ્ચે કંગનાનો દાવો- ‘ઈન્દિરા ગાંધી પર કોઈ ફિલ્મ બનાવી શક્યુ નથી, એકને કરવી પડી આત્મહત્યા’
સીએમ નાયડૂએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ આ ઘટનામાં ચાલ લોકોના મોતથી ખુબ જ દુ:ખી છું. આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ટોકન લેવા માટે ભેગા થયા હતા. સીએમ સમય-સમય પર જિલ્લા અને ટીટીડી અધિકારીઓ સાથે વાતચીત કરીને સ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે. સીએમ એ ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને ઉપાય કરવાના આદેશ આપ્યા છે. જેથી કરીને ઈજાગ્રસ્તોને સારો ઉપચાર મળી શકે.