04
ખત્રી બજારની વાત કરીએ તો, આ બજારમાં ચાદર, ડ્રેસ મટીરીયલ, શાલ, લૂંગી સહિતની ચીજવસ્તુઓ મળે છે. જેમાં કચ્છી પ્રિન્ટ જોવા મળે છે. બ્લોક પ્રિન્ટ, વેજિટેબલ પ્રિન્ટ, બંધ બાંધણી, બાંધણી, કચ્છ પ્રિન્ટ બનાવટની માંગ વધુ છે. અહીંની અજરક બાટીક લેવા માટે દેશ વિદેશના ગ્રાહકો આવે છે. આ કલા 200 થી 500 વર્ષ જૂની છે. આ સિવાય કલમકારી પ્રિન્ટ, કોમ્પ્યુટર પ્રિન્ટ, લખનવી પ્રિન્ટ, પેચવર્ક, ખાટલી વર્ક આકર્ષણ છે. કચ્છી બાંધણી પણ 300 થી 400 વર્ષ જૂની છે.