બનાસકાંઠા: જિલ્લામાં અનેક એવી ખાણીપીણીની જાણીતી દુકાનો આવેલી છે. અહીં મળતી વિવિધ વાનગીઓ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત તેમજ વિદેશમાં પણ વખણાય છે. ત્યારે પાલનપુરમાં મળતી સ્પેશિયલ કચોરીની વાત જ કંઈક અલગ છે. આ કચોરીની દુકાન કયા આવેલી છે અને કેટલામાં મળે છે તે અંગે વિગતવાર માહિતી મેળવીએ.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા પાલનપુરમાં સ્પેશિયલ કચોરી મળે છે. મોટી બજારમાં મળતી આ કચોરી છેલ્લા 75 વર્ષથી વખણાય છે. પાલનપુર નગરમાં આજથી 75 વર્ષ પહેલાં ભીખાભાઈ ખત્રી દ્વારા જનતા કચોરીની શરૂઆત કરવામાં આવી હતી.
બજારમાં સામાન્ય રીતે અલગ અલગ વેરાયટીની કચોરીઓ મળતી હોય છે. પરંતુ ભીખાભાઈ ખત્રીને ત્યાં મળતી કચોરી અલગ પ્રકારની હોય છે. આ કચોરી મુખ્ય રીતે મગની દાળમાંથી તૈયાર કરાતા સ્ટફિંગની મદદથી બનાવવામાં આવે છે. કચોરીને મુખ્ય રીતે દહીં અને ગોળ આમલીની ચટણીની સાથે પીરસવામાં આવે છે.
75 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી જનતા કચોરી પહેલા એક આનામાં મળતી હતી. સમય જતા આજે એક કચોરી 25 રૂપિયામાં મળે છે. ઉલ્લેખનીય છે કે, અહીં મોટી સંખ્યામાં લોકો કચોરી ખાવા આવે છે.
બહારથી પણ તેઓને ઓર્ડર મળે છે. મુખ્યત્વે મુંબઈથી મોટા ઓર્ડરો તેમને મળે છે. વિદેશથી આવતા લોકો સ્પેશિયલ ઓર્ડર આપી પેક કરાવીને વિદેશ પણ લઈ જાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર