05
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “જંગલની થીમ તૈયાર કરવા માટે છોડવા અને ઝાડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડેકોરેશન ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવતું હોવાના કારણે બાળકોમાં પણ પર્યાવરણને લઈ સારો એવો મેસેજ જાય છે. ડેકોરેશનમાં નદી, પૂલ અને જંગલ તૈયાર કરવામાં આવ્યું છે. જેની વચ્ચોવચ ગણપતિ બાપ્પાને બિરાજમાન કરવામાં આવ્યા છે. ડેકોરેશન કરવા માટે વડવાઈ અને નાના-નાના છોડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.”