અલંગ-સરતાનપર દરિયામાં ઝેરી કેમિકલ છોડાતા જીવસૃષ્ટિ પર સંકટ, અનેક દરિયાઈ જીવના મોત બાદ તંત્ર દોડતું થયું | chemical found in the sea near Alang Sartan In Bhavnagar Gujarat Pollution Control Board in action

HomeBHAVNAGARઅલંગ-સરતાનપર દરિયામાં ઝેરી કેમિકલ છોડાતા જીવસૃષ્ટિ પર સંકટ, અનેક દરિયાઈ જીવના મોત...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Chemical Found In The Sea Near Alang-Sartan : ભાવનગરના અલંગ-સોશિયા શીપ યાર્ડના દરિયામાં કેમિકલ ફેંકી સમુદ્રી જીવસૃષ્ટિ અને પર્યાવરણને નુકશાન કરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો થઈ હતી. જેમાં અલંગથી સરતાનપર સુધીના દરિયાકાંઠામાં ફરી કાળું કેમિકલ ફેંકીને પ્રદૂષિત કરવાના મામલે સરકારી એજન્સીઓ સક્રિય થઈ છે. જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભાવનગરની ટીમ સાથે ઇન્ડિયન કોસ્ટ કાર્ડ (ICG) અને વી.ટી.એસ ખંભાતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. 

અલંગ-સરતાનપર દરિયામાં ઝેરી કેમિકલ છોડાતા જીવસૃષ્ટિ પર સંકટ, અનેક દરિયાઈ જીવના મોત બાદ તંત્ર દોડતું થયું 2 - image

અલંગ-સરતાનપર દરિયામાં ઝેરી કેમિકલ જોવા મળ્યું

ભાવનગરના સરતાનપરના માછીમારોને દરિયો ખેડતી વખતે અલંગથી સરતાનપર સુધીના આશરે 15 કિ.મી. જેટલા દરિયા કિનારે અને દરિયાઈ પાણીની ઉપર મોટી માત્રામાં કાળા કલરનું કેમિકલ જોવા મળ્યું હતું. દરિયાના 7 નોટિકલ્સ માઈલ્સના વિસ્તારમાં દરિયાઈ જીવના મોત નીપજ્યા હોવાની જાણકારી મળી છે. જેમાં દરિયાઈ કેકડા, અસંખ્ય માછલીઓ અને જળચર પક્ષીઓ ઝેરી કેમિકલનો ભોગ બન્યા હતા.

અલંગ-સરતાનપર દરિયામાં ઝેરી કેમિકલ છોડાતા જીવસૃષ્ટિ પર સંકટ, અનેક દરિયાઈ જીવના મોત બાદ તંત્ર દોડતું થયું 3 - image

આ પણ વાંચો: મુંબઈમાં મોટી દુર્ઘટના: નેવીની બોટની ટક્કર થતા પેસેન્જર બોટ પલટી, 13ના મોત, 101 લોકોને બચાવાયા

અલંગ-સરતાનપર દરિયામાં ઝેરી કેમિકલ છોડાતા જીવસૃષ્ટિ પર સંકટ, અનેક દરિયાઈ જીવના મોત બાદ તંત્ર દોડતું થયું 4 - image

સમગ્ર મામલે હાલ એજન્સીઓ દ્વારા અલંગ અને સરતાનપર દરિયા વચ્ચે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ કેમિકલ્સ અલંગ દરિયાદી વિસ્તારમાંથી છોડાયું હોવાની એજન્સીઓને શંકાને વર્તાઈ રહી છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. જ્યારે અલંગ અને સરતાનપર દરિયા વચ્ચે ઝેરી કેમિકલ છોડવાના મામલે આ વિસ્તારના ભાજપના આગેવાને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. 



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon