- સૌરાષ્ટ્રથી કોંગ્રેસના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
- BTP અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાશે
- મોહન કુંડારિયાએ પત્રકાર પરિષદ સંબોધી
કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. જેમાં મોઢવાડીયા જૂથના ધારાસભ્ય રાજીનામું આપશે તેવી ચર્ચા શરૂ થઇ છે. ત્યારે સૌરાષ્ટ્રથી કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. છેલ્લા 3 દિવસથી ધારાસભ્યનો ફોન બંધ આવે છે. તેમાં માણાવદરના MLA અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચા છે.
મહેશ વસાવા ભાજપમાં જોડાશે
ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા ભાજપમાં જોડાશે. જેમાં મહેશ વસાવાએ ભાજપ પ્રમુખ સાથે બેઠક કરી છે. તેમાં મહેશ વસાવાની મારુતિસિંહ અટોદરિયા સાથે બેઠક થઇ છે. મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા. આગામી દિવસોમાં થનાર કાર્યક્રમ અંગે ચર્ચા થઇ છે. મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર અને BTP અધ્યક્ષ છે.
મોહન કુંડારિયાએ કંઈ પણ ન કહીને ઘણું બધું કહી દીધું
રાજકોટ લોકસભાની બેઠક પરથી બબ્બે વખત ચૂંટણી લડી જીત મેળવતા મોહન કુંડારિયાનું આ વખતે પત્તું કપાયું છે. તેમને લોકસભાની ટિકિટ મળી નથી, ત્યારે આજે કુંડારિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, જેમણે 9 વખત ભાજપમાંથી ચૂંટણી લડવાની તક આપી અને તેમાંથી 8 વખત જીત મેળવી. જોકે આ સમયે તેમને લોકસભાની ટિકિટ કપાવવા મુદ્દે કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ મા સમાન છે. નાનું બાળક રમકડા માટે રડતું હોય તો માતા રમકડું મોટા બાળક પાસેથી લઈ નાના બાળકને આપી દે છે. આ જ ભાજપની પ્રક્રિયા છે. આ રીતે કુંડારિયાએ કંઈ પણ ન કહીને ઘણું બધું કહી દીધું હતું.