Last Updated:
અરવલ્લી જિલ્લામાં 3.5 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મેઘરજ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આદિત્ય નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ સાથે મોડાસા શહેરમાં ફરી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભિલોડા, શામળાજી અને મોડાસાના ઉત્તરીય વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદને લઈ સ્થાનિકો અને ખેડૂતોમાં મેઘરાજાએ ખુશીઓનો માહોલ સર્જી દીધો હતો.
સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા
મેઘરજની દારૂલ ઉલૂમ સ્કૂલ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સ્થાનિકો વરસાદી પાણીને લઈ પરેશાન થયા હતા. ઘૂંટણસમા પાણી ભરાતા તંત્રની બેદરકારી જોવા મળી હતી. આજે મેઘરજનગર સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મોડાસા શહેરમાં ફરી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. બપોરના બે થી ચાર વાગ્યા દરમિયાન 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર કલાકમાં સાર્વત્રિક લગભગ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ઉત્સવેલી વિસ્તારમાં પાણી ભરાતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
Sabar Kantha,Gujarat
June 21, 2025 6:11 PM IST
[ad_1]
Source link