અરવલ્લી: ગુજરાતના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જણાવી દઈએ કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હિતેશ પટેલ 4.5 હેકટરમાં પપૈયાની ખેતી કરીને મબલખ પાક મેળવી રહ્યા છે. હિતેશભાઈએ પારંપરિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી તાઇવાન ક્વિન પ્રકારના પપૈયાના છોડ લગાવ્યા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામનાં ખેડૂત પારંપરિક ખેતી છોડીને છેલ્લા બે વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યાં છે. જણાવી દઈએ ક, તેઓ હાલ ખર્ચ કાઢતા બમણી આવક મેળવી રહ્યા છે.
આ પણ વાંચો:
આ ખેડૂતે પ્રયોગ માટે પપૈયાની ખેતી કરી, માત્ર બે મહિનામાં જ વર્ષનો ખર્ચ નીકળી ગયો
ખેડૂત હિતેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ પારંપરિક ખેતી છોડીને બાગાયતી ખેતી તફર વળ્યાં છે, પપૈયાના છોડનો વિકાસ થતો હોય, ત્યારે 15 દિવસે પાણી જોઇએ. જ્યારે પપૈયાની આવક શરૂ થયા બાદ પાણીની જરૂર ઓછી રહે છે તેમજ શરૂઆતમાં છાણિયું ખાતર, DAP અને NPK ખાતર આપવામાં આવ્યું હતુ. આ ઉપરાંત, સમગ્ર પાકમાં ત્રણવાર ખાતર આપવામાં આવ્યું છે. આ સાથે, પપૈયાનાં પાકમાં બીજા કરતા ઓછી માવજત કરવી પડે છે. વેપારી ખેતરમાંથી જ સીધો માલ લઈ જાય છે અને ભાવ સારો મળતા આવક પણ સારી મળતી હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.
News18ગુજરાતી
અરવલ્લી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખેતી તરફ વધી રહ્યા છે. ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રેને આગળ વધારવા માટે આવા ખેડૂતો ગાય આધારીત અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જણાવી દઈએ કે, ખેડૂત હિતેશભાઈ પોતે પેઢી દર પેઢી પારંપરિક ખેતી કરતા હતા. જોકે આ બાદ તેઓ હાલ પારંપરિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જણાવી દઈએ કે, તેઓ આ ખેતી દ્વારા મોટી આવક પણ મેળવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર