US OPT Explained: વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં સ્થાયી થવાનું મોટાભાગના લોકો ખાસ કરીને ભારતીયોનું સપનું છે. તેમાં પણ છેલ્લા દોઢ વર્ષથી અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પોલિસીમાં સુધારો થતાં મોટાભાગે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા અભ્યાસ અર્થે જઈ રહ્યા છે. ત્યાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી મેળવવા માટે OPT વિઝા લેવો જરૂરી છે. અમેરિકામાં OPT વિઝા હોય તો જ નોકરી મળી શકે છે.
OPT વિઝા શું છે?
OPT નું ફૂલ ફોર્મ ઑપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે. જે અમેરિકામાં સિટિઝનશીપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસ મારફત આપવામાં આવ્યા છે. આ વિઝા અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યાના 90 દિવસની અંદર નોકરી મળે છે. તેમને 12 મહિના માટે OPT વિઝા મળે છે. STEM ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને બે વર્ષના OPT વિઝા મળે છે.
OPT વિઝાના બે પ્રકાર
અમેરિકામાં F-1 સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓને બે પ્રકારના ઑપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ વિઝા મળે છે. જેમાં પ્રથમ F1 Pre-Completion OPT Visa અને બીજું F1 Post-Completion OPT Visa છે.
આ પણ વાંચોઃ કુશળ કામદારો માટે કામના સમાચાર, જર્મનીમાં 13 લાખ નોકરીઓ, વિદેશીઓને આપશે રોજગારી
F1 Pre-Completion OPT Visa: આ વિઝા ચાલુ અભ્યાસની સાથે કામ કરવાની તક આપે છે. જો કે, તેમાં કામના કલાકો મર્યાદિત હોય છે. પાર્ટ-ટાઇમ જોબ માટે આ વિઝા મળે છે. જેમાં વિદ્યાર્થી અભ્યાસની સાથે સપ્તાહમાં 20 કલાક કામ કરી શકે છે. પરંતુ રજાઓમાં તેમાં ફૂલ-ટાઇમ જોબ ઑપ્શન છે.
F1 Post-Completion OPT Visa: અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ વિઝા મળે છે. જેમાં વિદ્યાર્થી પોતાની મરજી મુજબ ફૂલ-ટાઇમ, પાર્ટ-ટાઇમ નોકરી કરી શકે છે. સાયન્સ, ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ સંબંધિત પ્રોગ્રામમાં અભ્યાસ કરતાં અર્થાત્ STEM વિદ્યાર્થીઓને બે વર્ષના OPT વિઝા મળે છે. આ સિવાય STEM કોર્સ કરતાં વિદ્યાર્થીઓને એચ-1બી વિઝા જેવા સ્કિલ વર્કર્સ વિઝા મળવાની પણ તક વધુ છે.
OPT વિઝા કોને મળશે?
- અરજદાર પાસે F-1 વિઝા હોવો જોઈએ.
- અરજદાર SEVP ઓથોરાઇઝ્ડ અમેરિકી સંસ્થામાં ફૂલ-ટાઇમ કોર્સ કરી રહ્યો હોવો જોઈએ.
- OPT વિઝા હાંસલ કરવા માટે અરજદારે પોતાના કોર્સ સંબંધિત ફિલ્ડમાં કામ મેળવેલું હોવું જોઈએ.