01
ખેડા, અમદાવાદઃ દાંતા, વાવ અને કપડવંજ બાદ હવે ખેડાના શિક્ષિકાનો પોતાની નોકરી પ્રત્યેની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખેડાના સોનલ નિલેશ પરમાર નામના શિક્ષિકા વિદેશમાં રહેતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચાલુ નોકરીમાં ગેરહાજર રહીને શિક્ષિકા અમેરિકા પહોંચી ગયા છે તે ઘટનામાં હવે સોનલ પરમારને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. લગભગ એક વર્ષથી સોનલ પરમાર નામના શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યા બાદ તેમને પોતાની ગેરહાજરી અંગે કારણ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, શિક્ષિકા દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યા નથી. આ પહેલા બનાસકાંઠાના શિક્ષક કેનેડામાં અને દાંતાના શિક્ષક અમેરિકામાં હોવાની ખબરો આવી હતી. જે સિવાય કપડવંજની સ્કૂલના ડમી શિક્ષકની ખબરો પણ આવી હતી.