Amul dairy recruitment 2024, અમૂલ ડેરી ભરતી : નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા એટલે કે અમૂલ ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ. (અમૂલ) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. અમૂલ ડેરી દ્વારા આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અમૂલ ડેરી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનું સ્થળ, અનુભવ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
અમૂલ ડેરી ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા | ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ. (અમૂલ) |
પોસ્ટ | બોઈલર એટેન્ડન્ટ, રેફ્રીજરેશન એટેન્ડન્ટ, ટ્રેઈની |
જગ્યા | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ભરતી જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ | 26-12-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાની તારીખથી 7 દિવસની અંદર |
ક્યાં અરજી કરવી | careers.amuldairy.com |
પોસ્ટની વિગતો
પોસ્ટનું નામ | સ્થળ |
ટ્રેઈની | ગુજરાત |
બોઈલર એટેન્ડન્ટ | ગુજરાત-મહારાષ્ટ્ર |
રેફ્રીજરેશન એટેન્ડન્ટ | મહારાષ્ટ્ર |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
ટ્રેઇની | B.V.Sc. & AH/M.V.Sc |
બોઈલર એટેન્ડન્ટ | ફર્સ્ટ ક્લાસ બોઈલર એટેન્ડન્ટ |
રેફ્રીજરેશન એટેન્ડન્ટ | આઈ.ટી.આઈ (આર.એફ.એમ.) |
અરજી કેવી રીતે કરવી
- અમૂલ ડેરી ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો સંપૂર્ણ વિગતો સાથે જાહેરાત પ્રસારિત થયા એટલે કે 26-12-2024થી સાત દિવસની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- અરજી કરવા માટે ઉમેદવારોએ અમૂલ ડેરીની વેબસાઈટ careers.amuldairy.com પર જવું
- જ્યાં વિવિધ પોસ્ટની માહિતી આપવામાં આવી હશે
- અહીં પોસ્ટની ડિટેઈલમાં જઈ એપ્લાય કરવાનું રહેશે
ભરતીની જાહેરાત
ઉમેદવારો માટે ખાસ સૂચના
પસંદ પામેલા ઉમેવવારોની શૈક્ષણિક લાયકાત અને અનુભવને આધારે હોદ્દો તાલીમનો સમયગાળો, સ્ટાઈપેન્ડ, પાગર ધોરણ વગેરે સંઘના પ્રવર્તમાન ધારાધોરણો મુજબ નક્કી કરવામાં આવશે.