- ડૉ. વ્યાસને ગત વર્ષે આઇડીએ ફેલોશિપ એવોર્ડથી સન્માનિત કર્યા હતા
- 30 વર્ષથી ડેરી ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ બનાવી છે
- આઇડીએ ગુજરાત સ્ટેટ ચેપ્ટરના ચેરમેન તરીકે પણ ફરજ બજાવે છે
આણંદ સ્થિત અમૂલ ડેરીના મેનેજિંગ ડીરેકટર અમિત વ્યાસને અમિટી યુનિવર્સિટી ગ્લાવિલયર તરફથી તેમની પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરવાની પુષ્ટિ કરવામા આવી છે. 10મી ફેબ્રુઆરીએ ગ્વાલિયર ખાતે યોજાયેલા દિક્ષાંત સમારોહમાં અમિત વ્યાસને કુલપતિ ડૉ. અસીમ ચૌહાણ, પ્રો. ચાન્સેલર લેફ. જનરલ વી.કે.શર્મા. ઓફ વી,સી. પ્રો. ડૉ. અનિલ વશિષ્ઠ દ્વારા મેનેજમેન્ટમા પ્રતિષ્ઠિત માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામા આવી છે. યુનિના અગાઉ દિક્ષાંત સમારોહમાં કુમાર મંગલમ, અરૂણ ભગતરામ, અજય પીરામલ, આદિ ગોદરેજ જેવી કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામા આવી છે. ડૉ. અમિત વ્યાસ 32 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. જેમાથી 30 વર્ષથી ડેરી ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેઓ તેમના પિતાજીથી ખુબજ પ્રેરિત થયેલ છે. જેમણે ડૉ. વર્ગીસ કુરિયન સાથે કામ કરેલ છે અને ડેરી ઉદ્યોગને વિવિધ ક્ષમતાઓ પર સમર્પિતપણે સેવા આપી હતી. તેઓ પુણે યુનિવર્સિટીમાંથી ઇન્સ્ટુમેન્ટેશનમાં એન્જીનીયરીંગમાં સ્નાતક થયા બાદ તેમણે ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદમાંથી એડવાન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ માં વિશેષતા પ્રાપ્ત કરી. તેઓએ કેમિકલ ફેક્ટરીમાં પ્રોજેક્ટ એન્જિનીયર તરીકે કારકિર્દી શરૂ કરી અમૂલ ડેરીમાં ડીજીટીલાઇઝેશન ડેરી પ્લાન્ટ ઓટોમાઇજેશન ઇન્સ્ટુમેન્ટલ કંટ્રોલ અને સસ્ટેનિબિલિટીનુ સફળ નેતૃત્વ કર્યુ છે. ડૉ. વ્યાસે ડેરી ઇન્ડ્રસ્ટ્રીમાં ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે વિવિધ કામો કરેલ ઑછે. જે માટે રાજ્ય તેમજ રાષ્ટ્રિય કક્ષાએ વિવિધ એવોર્ડથી સન્માનિત કરેલ છે. ડૉ. વ્યાસને ગત વર્ષે આઇડીએ ફેલોશીપ એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા હતા. તેઓ આઇડીએ ગુજરાત સ્ટેટ ચેપ્ટરના ચેરમેન તરીકે પણ ફરજ બજાવે છે.