– સુરતમાં વિવિધ વિસ્તારમાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત
– ઓએનજીસી બ્રીજ પાસે વાહન અડફટે સાયકલસવાર નિવૃત્ત આર્મીમેન, ગોડદરામાં રોડ મોપેડ સ્લીપ
થતા ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત
સુરત,:
સુરતમાં
માર્ગ અકસ્માતમાં ત્રણ બનાવમાં અમરોલીમાં આજે સવારે સીટી બસે અડફેટે લેતા ગંભીર ઇજા
થતા બાળકીનું ધટના સ્થળે મોત થયુ હતું. બીજા બનાવમાં મગદલ્લાના ઓ.એન.જી.સી બ્રીજ પાસે
આજે વહેલી સવારે સાયલકને વાહને ટક્કર મારતા ઇજા પામેલા નિવૃત આર્મીમેનનું મોત નીંપજયું
હતું. અને ત્રીજા બનાવમાં ગોડદરામાં રોડ ઉપર બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા પામેલા બે મિત્રો
પૈકી ધો.૯નો વિધાર્થી મોતને ભેટયો હતો.
સિવિલ અને
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણા ખાતે ભૈયાનગર નહેર પાસે ઓવર બ્રીજ નજીક રહેતી
૧૦ વર્ષીય ભારતી રણછોડ દેવીપુજક આજે સવારે અમરોલીના સાયણ રોડ ૯૯ શોપીંગ સેન્ટર પાસે
રહેતી મોટી બહેનના ઘરે ગઇ હતી. ત્યાં તે ઘર નજીકમાં રમતા રમતા બી.આર.ટી.એસની રેલીગ
ક્રોસ કરતી હતી. તે સમયે બાળકીને સીટી બસે અડફેટે લેતા ગંભીર ઇજા થતા ધટના સ્થળે કમકમાટી
ભર્યુ મોત નીંપજયું હતું. જયારે બાળકી પિતાનું અવસાન થયુ હતુ. તેની માતા મજુરી કામ
કરતી હતી. તેની એક બહેન છે. આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા
બનાવમાં મગદલ્લા બંદર પાસે રણછોડ કોલોનીમાં રહેતા ૫૨ વર્ષીય પ્રમોદકુમાર
સુનેહરીલાલ આજે વહેલી સવારે ડુમ્મસ રોડ એરપોર્ટ પર સિક્યુરીટી ગાર્ડની નોકરી પૂર્ણ
કરીને સાયકલ પર હજીરાની આઇ.ઓ.સી.એલ કંપનીમાં બીજી નોકરી કરવા માટે નીકળ્યા હતા. તે
સમયે મગદલ્લાના ઓ.એન.જી.સી બ્રીજ પાસે પુરપાટ હંકારતા અજાણ્યા વાહન ચાલકે સાયકલને
ટક્કર મારીને ભાગી ગયો હતો. જેમાં તેમને ગંભીર ઇજા થતા ધટના સ્થળે કરૃણ મોત
નીંપજયું હતું. જયારે પ્રમોદકુમાર મુળ ઉતરપ્રદેશમાં આગ્રાના વતની હતા. જોકે તે
નિવૃત આર્મીમેન હતા. બાદમાં તે હાલમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.
તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રીમાં એક એન્જીનીયરમાં અને બીજો પુત્રો
મેડીકલમાં અભ્યાસ કરે છે. આ અંગે ઇચ્છાપોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા
બનાવમાં મુળ માંડવીનો વતની અને હાલમાં પરવતગામમાં ગુરૃનગર સોસાયટીમાં રહેતો ૧૮
વર્ષીય રાહુલ નિલેશ ખેંગાર લિંબાયતની મોડલ ટાઉનશ પાસે આવેલી શારદા વિધાલયમાં
ધો.૯માં અભ્યાસ કરતો હતો. જોકે શુક્રવારે સાંજે તે મિત્ર આશિષ નાયકા સાથે મોપડ પર સ્કલેથી ઘરે આવવા નીકળ્યા
હતા. તે સમયે ગોડાદરાના ખાડી બ્રીજ પાસે મોપેડ સ્લીપ થતા બંને ઇજા થઇ હતી. જેમાં
રાહુલને ગંભીર ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર
દરમિયાન આજે સવારે તે મોતને ભેટયો હતો. જયારે તેનો મોટો ભાઇ હીરાનું કામ કરે છે.
તેના પિતા સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. આ અંગે પુણા પોલીસે તપાસ આદરી છે.