Last Updated:
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ટુકડા અને લોકવન ઘઉંની બમ્પર આવક થઈ રહી છે. યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ ઊંચા બોલાયા હતા. ટુકડા ઘઉંના એક મણના ભાવ 661 રૂપિયા બોલાયા હતા.
અમરેલી: અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં કપાસના એક મણનો ભાવ 1486 રૂપિયા બોલાયો હતો. તેમજ એક મણ ટુકડા ઘઉંનો ભાવ 661 રૂપિયા અને 2708 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. લોકવન ઘઉંનો ભાવ 512 રૂપિયા બોલાયા હતા. 2548 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકમાં વધારો થઈ રહ્યો છે. તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.
આજે અમરેલી યાર્ડમાં ધાણીનો ભાવ 1000 રૂપિયાથી 2320 બોલાયો હતો. આજે તેના ભાવમાં ગઈકાલની સરખામણીમાં 80 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના ભાવ 1486 રૂપિયા અને મગફળીના 1092 રૂપિયા બોલાયા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં ટુકડાનો ભાવ 490 રૂપિયાથી 661 રૂપિયા બોલાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 478 થી 512 રૂપિયા બોલાયો હતો.
સફેદ તલનો ભાવ 1350 રૂપિયાથી લઈને 2030 રૂપિયા બોલાયો હતો. સફેદ તલના ભાવમાં એક દિવસમાં 30 રૂપિયા ઘટાડો થયો છે. તલ કાશ્મીરીનો ભાવ 2,000 રૂપિયા સુધી રહ્યો હતો. 76 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 900 રૂપિયાથી 1023 રૂપિયા બોલાયો હતો. જ્યારે ચણા દેશીનો ભાવ 1000 રૂપિયાથી 1132 રૂપિયા સુધી રહ્યા હતા. સોયાબીનનો ભાવ 600 રૂપિયાથી 738 ભાવ બોલાયો હતો અને 106 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જીરુંનો ભાવ 2000 રૂપિયાથી 4100 રૂપિયા ભાવ બોલાયો હતો. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 45 રૂપિયાનો વધારો નોંધાયો અને 263 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.
આ પણ વાંચો: મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક, જાણો આજના ભાવ
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી મઠડીના ભાવ 861 રૂપિયાથી લઈને 1081 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે 188 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. જ્યારે મગફળી મોટીના ભાવ 825 રૂપિયાથી લઈને 1092 રૂપિયા સુધી રહ્યા હતા. 557 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. જ્યારે મગફળી ફાડાનો ભાવ 999 રૂપિયાથી લઈને 1231 રૂપિયા સુધી રહ્યો હતો. આ સાથે જ આજે 121 ક્વિન્ટલ તુવેરની પણ આવક નોંધાઈ હતી. તેના ભાવ 1000 રૂપિયાથી લઈને 1350 રૂપિયા સુધી રહ્યા હતા.
March 19, 2025 4:29 PM IST