અમરેલી: અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસના ભાવમાં સામાન્ય વધઘટ થઈ રહી છે. આજે કપાસના 1538 રૂપિયા બોલાયા હતા. મગફળીના ભાવ 1172 રૂપિયા નોંધાયા હતા. સફેદ તલનો ભાવ 1500 રૂપિયાથી લઈને 2387 રૂપિયા બોલાયો હતો. તલના ભાવમાં એક દિવસમાં 13 રૂપિયા ઘટાડો થયો છે. આ સાથે જ તલ કાળાનો ભાવ 2200 રૂપિયાથી લઈને 4,650 રૂપિયા સુધી રહ્યો હતો. તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 150 રૂપિયાનો વધારો નોંધાયો હતો. આ સાથે જ આજે કાશ્મીરી તલની પણ આવક નોંધાઈ હતી જેના ભાવ 2785 રૂપિયાથી લઈને 2875 રૂપિયા સુધી રહ્યા હતા. તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 915 રૂપિયાથી લઈને 1222 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાના ભાવમાં 17 રૂપિયાનો વધારો થયો હતો. 11 ક્વિન્ટલ ચણાની આવક આજે નોંધાઈ હતી. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવ 815 રૂપિયાથી લઈને 1172 રૂપિયા સુધી રહ્યો હતો. તેમજ મગફળી મઠડીના ભાવ 800 રૂપિયાથી લઈને 1127 રૂપિયા સુધી રહ્યો હતો. મગફળી ગિરનારના ભાવ 1143 રૂપિયા સુધી રહ્યા હતા. તેના ભાવમાં 23 રૂપિયાનો ઘટાડો નોંધાયો. તેમજ 3557 ગુણી મગફળીની આવક આજે નોંધાઈ હતી.
અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસનો ભાવ 990 રૂપિયાથી લઈને 1538 રૂપિયા બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 519 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ હતી. સોયાબીનનો ભાવ 570 રૂપિયાથી લઈને 840 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 330 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી.
આ પણ વાંચો:
ગામડાઓમાં સિંહના આંટાફેરા, દીપડાએ કર્યો શિકાર, જુઓ વીડિયો
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાની પણ 40 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1186 રૂપિયાથી લઈને 1202 રૂપિયા સુધી રહ્યા હતા. તેમજ જીરુની 17 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જેના ભાવ 2700 રૂપિયાથી લઈને 4395 રૂપિયા સુધી રહ્યો હતો. જીરુના ભાવમાં 140 રૂપિયાનો વધારો નોંધાયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર