અમરેલી : મહુવા રોડ પર બેફામ દોડતી કારે અનેક વાહનોને અડફેટે લીધા, એકનું મોત, 4 ઈજાગ્રસ્ત | Amreli: Speeding Car Hits Multiple Vehicles on Mahuva Road One Dead Four Injured

0
3

 

Amreli Accident : અમરેલીના સાંવરકુંડલામાં મહુવા રોડ પર રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ કારચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લેતા ફંગોળી નાખ્યા હતા. કારની લપેટમાં લગભગ બેથી ત્રણ બાઈક-સ્કૂટર આવી ગયા હતા. ઘટનાને પગલે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર લોકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી. 

ઘટના બાદ CCTV સામે આવ્યા 

માહિતી અનુસાર આ સમગ્ર ઘટના રોડ કિનારે લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં ઘટનાની ભયાવહતા દેખાઈ આવે છે. એક કાર પૂરપાટ ઝડપે દોડતી એક પછી એક અનેક વાહનોને અડફેટે લેતી દેખાય છે. ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ એકઠાં થઈ ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. 

 

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here