Last Updated:
અમરેલીમાંથી બે મોટી ઘટના સામે આવી છે. બંને ઘટનામાં અલગ અલગ કોન્સ્ટેબલે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. એક તો એટલો હેવાન બન્યો કે, 14 વર્ષની બાળકીને પણ ન મૂકી, જોકે બીજાએ 30 વર્ષની મહિલાને લગ્નની લાલચ આપીને અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરવામાં આવી છે
અમરેલી: જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુના નોંધાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં બાબરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજસિંહ ચૌહાણે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બીજી ઘટનામાં અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશ સોલંકી વિરુદ્ધ પણ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. આ ઘટનાઓએ જિલ્લાના પોલીસ ખાતામાં ખળભળાટ મચાવી દીધો છે.
બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. નરાધમ શખ્સનું નામ રવિરાજસિંહ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ છેલ્લા 4 માસથી સગીરાને શારીરિક અડપલા કરીને શારિરીક સંબંધ બાંધતો હતો. સમગ્ર મામલે હાલ પોલીસ કર્મી સામે મહિલા પોલીસમાં અપહરણ, પોસ્કો અને દુષ્કર્મ કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે. જોકે, પોલીસકર્મી ફરાર હોવાથી તેને તાત્કાલિક અસરથી દબોચી લેવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી.
અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે 29 મે, 2025ના રોજ 30 વર્ષીય મહિલાએ મહેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, મહેશ સોલંકીએ લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેને માર પણ માર્યો હતો. આ ગુનો BNSની કલમ 64(2)(M), 69, 115(2) સહિતની કલમો હેઠળ નોંધાયો છે.
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. કે. વાઘેલાએ જણાવ્યું કે, ભોગ બનનાર મહિલા અને મહેશ સોલંકી છેલ્લા દોઢ વર્ષથી સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં હતા. ફરિયાદ નોંધાતાં જ મહેશ સોલંકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી સીટી પોલીસે આરોપીની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવી છે અને હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી તેને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
મહેશ સોલંકી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જરપરા ગામનો વતની છે અને હાલ તે અમરેલી પોલીસ લાઈન ખાતે રહેતો હતો. આ ઘટનાએ પોલીસ ખાતાની કામગીરી અને વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આરોપીની ધરપકડ માટે પોલીસની તપાસ ચાલુ છે.
[ad_1]
Source link