- બાબરામાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા
- ચમરડી અને જીવાપરમાં અનરાધાર વરસાદ
- ઈંગોરાળાની ઠેબી નદીમાં પુર આવ્યું
હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે રાજ્યના અનેક પંથકોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી છે. હજુ પણ આગામી 2-૩ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી આપી છે ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી-બાબરા પંથકમા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
ચમરડી અને જીવાપરમાં ભારે વરસાદ
મળતી માહિતી અનુસાર ભારે વરસાદને પગલે બાબરાની બજારોમાં પાણી ફરી વળ્યા હતા. આ સાથે બાબરા તાલુકાના ચમરડી અને જીવાપરમાં પણ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી સ્થાનિકોને હાલાકી પડી હતી.
ઈંગોરાળા ગામની ઠેબી નદીમાં પુર
બાબરા તાલુકાના ઈંગોરાળા ગામની ઠેબી નદીમાં પુર આવતા રસ્તો બંધ થયો હતો. આ સિવાય અમરેલીથી ઈંગોરાળા જવાના કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર અટવાયો હતો.