અમરેલી: અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો. મગફળીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો. કપાસના એક મણના ભાવ 1478 રૂપિયા બોલાયા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. યાર્ડમાં મોટી મગફળીના એક મણના 1230 રૂપિયા અને કપાસના એક મણના 1478 રૂપિયા ભાવ રહ્યા હતા. કપાસના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો થયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1264 રૂપિયા નોંધાયો હતો. ચણાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 70 રૂપિયાનો ઘટાડો થયો હતો. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી અને સારા ભાવ મેળવી રહ્યા છે અને હાલ સતત ભાવ વધતા ખેડૂતોએ સંગ્રહ કરેલો માલ યાર્ડ ખાતે લઈ જાય છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવ 800 રૂપિયાથી લઈને 1,230 રૂપિયા સુધી રહ્યો હતો. તેમજ મગફળી મઠડીના ભાવ 796 રૂપિયાથી લઈને 1070 રૂપિયા સુધી રહ્યો હતો અને 2000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસનો ભાવ 925 રૂપિયાથી લઈને 1478 રૂપિયા બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 949 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી.
આ પણ વાંચો:
દાદા પાસેથી વારસામાં મળ્યું સંગીત અને ગુરુએ પૂર્યા સૂર, શ્રેયા પંડ્યાની જબરી સિદ્ધિ
અમરેલી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 1620 રૂપિયાથી લઈને 2620 રૂપિયા નોંધાયો હતો. તલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. યાર્ડમાં 468 ક્વિન્ટલ સફેદ તલની આવક થઈ હતી. કાળા તલનો ભાવ 2800 રૂપિયાથી લઈને 4545 રૂપિયા સુધી રહ્યો હતો તેમજ 38 ક્વિન્ટલ કાળા તલની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ હતી. સોયાબીનનો ભાવ 500 રૂપિયાથી 830 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 1135 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર