
Last Updated:
અમરેલીમાં એક 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમાં સાંભળીને આપને નવાઈ લાગશે કે પોલીસ કોન્સ્ટેબલે સગીરાને હવસનો શિકાર બનાવી છે. જેથી આ સમગ્ર મામલે સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ આરોપી કોન્સ્ટેબલ હાલ ફરાર થઈ ગયો છે, જેને પોલીસે શોધી રહી છે.
અમરેલી: ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરનારી 14 વર્ષીય સગીરા દ્વારા બાબરા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64 (2)(I), 65(1), 75, 137(2), પોક્સો સહિતની કલમ અંતર્ગત રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસને આપેલી ફરિયાદમાં સગીરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રવિરાજસિંહ પોતે પોલીસમાં નોકરી કરે છે અને પોતાને તેમજ પોતાની મમ્મીને હેરાન કરવાની ધમકી આપે છે. સાથે જ કહ્યું કે તે અવારનવાર સ્નેપચેટમાં વાતચીત કરી પોતાના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી લઈ જઈ સગીરા સાથે શારીરિક અડપલાં કરી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધે છે અને જાતીય હુમલો પણ કરે છે. જેથી સગીરાએ કરેલા આ તમામ આક્ષેપો હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.
પોલીસને આપેલી ફરિયાદમાં સગીરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આશરે ચાર મહિના પૂર્વે હું બપોરે મારા ઘરેથી ટ્યુશન ક્લાસમાં જતી હતી. તે દરમિયાન એક છોકરો પાછળથી મોટરસાઇકલ લઈને આવ્યો હતો અને મારી પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો. તેમજ કહ્યું હતું કે, “તું મને મોબાઈલ નંબર નહીં આપે તો હું તારા મમ્મીને હેરાન કરીશ અને મને ખબર છે કે તારા પપ્પા નથી. પોલીસમાં નોકરી કરું છું, મારું નામ રવિરાજસિંહ ચૌહાણ છે.” તેવી ધમકી આપતા મેં મારા મમ્મીનો મોબાઇલ નંબર એક ચિઠ્ઠીમાં લખીને આપ્યો હતો. તેમજ રવિરાજસિંહે કહ્યું હતું કે, “ઘરે જઈને મને ફોન કરજે.”
સગીરાએ આગળ કહ્યું, “હું મારા ટ્યુશન ક્લાસીસમાં જતી રહી હતી અને રવિરાજસિંહ ત્યાંથી તેનું મોટરસાઇકલ લઈને જતો રહ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે હું મારા ઘરે હતી ત્યારે મારા મમ્મીના મોબાઈલમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘હું રવિરાજસિંહ પોલીસવાળો બોલું છું.’ તેણે મને તેની સ્નેપચેટ આઈડી પણ આપી હતી. તેમજ કહ્યું હતું કે, ‘આઈડીમાં તું મારી સાથે વાતચીત કરજે. હું તારા ઘર પાછળની શેરીમાં ભાડેથી રહું છું.’ તેમજ, ‘જો આ બાબતે કોઈને વાત કરીશ તો તને અને તારા મમ્મીને હેરાન કરીશ’ તે પ્રકારની ધમકી આપી હતી.”
વધુમાં સગીરાએ કહ્યું કે, “રવિરાજસિંહ મને કોલ તેમજ મેસેજ કરતો હતો. તેમજ એક મહિના પછી બપોરના આશરે 2:30 વાગ્યા આસપાસ રવિરાજસિંહે મને મેસેજ કરીને કહ્યું હતું કે, ‘તું તારા ઘર બહાર ચાલી આવ.’ જેથી હું મારા ઘરથી ચાલીને થોડી દૂર આવી હતી ત્યાં રવિરાજસિંહે મને મોટરસાઇકલમાં બેસાડીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. તેમજ ત્યાં જઈ શારીરિક અડપલાં કર્યા હતા તેમજ મને ધમકાવી મારી મરજી વિરુદ્ધ શરીર સંબંધ પણ બાંધ્યો હતો. શરીર સંબંધ બાંધ્યા બાદ પણ મને ધમકી આપીને કહ્યું હતું કે, ‘જો તું બનાવ સંદર્ભે કોઈને વાત કરીશ તો હું તારા મમ્મીને હેરાન કરીશ.'”
સમગ્ર મામલે સગીરાએ આગળ કહ્યું કે, “તે ત્યારબાદ મને મોટરસાઇકલમાં બેસાડીને મારા ઘર પાસે ઉતારીને જતો રહ્યો હતો. દરમિયાન 29 મે 2025ના રોજ હું મારા કુટુંબી વ્યક્તિની ખબરઅંતર પૂછવા જતી હતી ત્યારે રવિરાજસિંહ મને રસ્તામાં મળ્યો હતો. તેમજ પોતાની મોટરસાઇકલમાં બેસવા માટે ધમકી આપી હતી. ત્યારબાદ મને તેના મોટરસાઇકલમાં બેસાડીને બાબરા ખાતે આવેલી એક હાઈસ્કૂલની પાછળના ભાગે લઈ જઈ મારા શરીર ઉપર હાથ ફેરવીને અડપલાં કર્યા હતા. તે અરસામાં રવિરાજસિંહને કોઈ પોલીસવાળાનો ફોન આવી જતા તે મને ઉતારીને જતો રહ્યો હતો.”
સગીરાએ આગળ જણાવ્યું કે, “પછી હું અમારા કુટુંબી વ્યક્તિના ઘરે પહોંચી હતી. જ્યાં અગાઉથી જ મારી માતા સહિતના પરિવારજનો હાજર હતા અને તે લોકો મારી શોધખોળ કરતા હતા. ત્યારબાદ મારા મમ્મીએ મને પૂછ્યું હતું કે, ‘તું ક્યાં હતી?’ જેથી મેં તેને કહ્યું હતું કે, ‘રવિરાજસિંહ પોલીસવાળો મને લઈ ગયો હતો અને મને શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ છેલ્લા ચાર મહિનાથી તે મને હેરાન પરેશાન કરી રહ્યો છે.'”
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે હાલ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ કોન્સ્ટેબલ તરીકે પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ફરિયાદ નોંધાયા બાદ તે ફરાર થઈ ગયો છે. જેથી પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ બનાવને લઈને હાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
[ad_1]
Source link