અમરેલીમાં પોલીસ કર્મચારીએ 30 વર્ષની યુવતીને હવસનો શિકાર બનાવી, જિલ્લામાં એક જ દિવસમાં 2 પોલીસ કર્મીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ-Another police officer in Amreli faces harassment complaint

0
3

Last Updated:

અમરેલીમાં એક 30 વર્ષની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. લગ્નની લાલચ આપીને પોલીસ કર્મચારીએ અવારનવાર યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા તેવો ઉલ્લેખ યુવતીની પોતાની ફરિયાદમાં કર્યો છે. મહત્વનું છે કે જિલ્લામાં એક જ દિવસમાં 2 પોલીસ કર્મચારીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદપોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ
પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ

અમરેલી: જિલ્લામાં એક જ દિવસમાં 2 દુષ્કર્મના ચોંકાવનારા કેસ સામે આવ્યા છે. જેમાં પહેલા તો બાબરામાં એક સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પોલીસ કર્મચારીએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી. ત્યારે વધુમાં ફરી બીજો દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. જેમાં સાંભળીને તમને નવાઈ લાગશે કે બીજા કેસમાં પણ પોલીસ કર્મચારી સામે જ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં 30 વર્ષની યુવતી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. જેને લઈને તેણે પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એક 30 વર્ષની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે મહેશ સોલંકી નામના પોલીસ કર્મચારીએ યુવતીને લગ્નની લાલચ આપી અને અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આરોપી મહેશ સોલંકી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.

યુવતીએ પોતાની ફરિયાદમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે પોલીસ કર્મચારી મહેશ સોલંકી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. જેથી આ સમગ્ર મામલે તેની સામે ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદ હાલ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. લગ્નની લાલચ આપીને પોલીસ કર્મચારીએ યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અમરેલીમાં એક જ દિવસમાં 2 દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. જેમાં એક પોલીસ કર્મચારીએ જ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ એક 30 વર્ષીય યુવતીએ પણ તેની સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેની સાથે પણ પોલીસ કર્મચારીએ જ દુષ્કર્મ આચર્યું છે. જેથી એક સાથે 2 દુષ્કર્મની ઘટનાના આ બનાવને લઈને અમરેલી પોલીસ બેડામાં હાલ ખળભળાટ મચી ઉઠ્યો છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/અમરેલી/

અમરેલીમાં પોલીસ કર્મચારીએ 30 વર્ષની યુવતીને હવસનો શિકાર બનાવી, જિલ્લામાં એક જ દિવસમાં 2 પોલીસ કર્મીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here