અમરેલીમાં પતિએ ગળું દબાવી પત્નીની કરી હત્યા, પર પુરૂષ સાથે સંબંધ હોવાની હતી શંકા | amreli husband murders wife affair suspicion

0
7


Amreli News:
અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં ખેતીકામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરે પોતાની જ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોતાની પત્નીના અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને શ્રમિકે પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી ગઇ પૂછરપછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં મધ્ય પ્રદેશના સંજયભાઇ મોહનીયા અને રેખાબેન મોહનીયા વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા હતા. ગત રોજ (6 જૂને) રેખાબેન મોહનીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં મૃતક મહિલાના ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. જેથી મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. 

અમરેલીમાં પતિએ ગળું દબાવી પત્નીની કરી હત્યા, પર પુરૂષ સાથે સંબંધ હોવાની હતી શંકા 2 - image

આ પણ વાંચો: પાલીમાં જૈન સાધુનું અકસ્માતમાં મોત, અમદાવાદમાં યોજાયેલી આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

મૃતક મહિલાના પિતાને પોતાના જમાઇ પર શંકા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી અમરેલી પોલીસે મૃતકના પતિની ધરપકડ કરી પૂછપરછ કરતાં આરોપી પતિએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે કહ્યું હતું કે મારી પત્ની અન્ય પુરૂષ સાથે વાતો કરતી હતી અને આડા સંબંધો હોવાની શંકા હોવાથી મેં ગળું દબાવીને તેની હત્યા કરી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here