Last Updated:
પોલીસે એફએસએલની ટીમની મદદ લઈ ઘટના સ્થળે તપાસ માટે બોલાવાઈ છે. ઘટના સ્થળેથી જરૂરી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ: શહેરમાં રવિવારે રાત્રે હાસોલ ચોકી પાસે આવેલી તંદુર હોટલના એક રૂમમાંથી 23 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવતી અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી. મહિલાના ગળા પર ઈજાના નિશાન હોવાને કારણે યુવતીની હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. એરપોર્ટ પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, માનવામાં આવી રહ્યું છે કે, આ યુવતી સાથે એક યુવક પણ હતો.
રામોલમાં રહેતી હતી
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ, એસ.જી. ખાંભલાના જણાવ્યા પ્રમાણે, આ યુવતી મૂળ ઉત્તર પ્રદેશની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી હતી. આ યુવતી એરપોર્ટ પર આવેલા ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી. રવિવારે બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટલ તંદુરના રૂમમાંથી યુવતીને મૃતદેહ મળી આવ્યો હતો.
યુવકે કરી હત્યા?
પોલીસ ઘટના સ્થળ ઉપર જઈ તપાસ શરૂ કરી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, યુવતી સાથે એક યુવક પણ હતો. યુવતીને ગળે ફાંસો આપી હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. હત્યા પાછળનું કારણ જાણવા તપાસ તેજ કરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજ આધારે તપાસ તેજ
સ્થાનિક પોલીસે એફએસએલની ટીમની મદદ લઈ ઘટના સ્થળે તપાસ માટે બોલાવાઈ છે. ઘટના સ્થળેથી જરૂરી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. યુવતીના પરિવારજનોને જાણ કરીને તેમને પણ હોટલમાં બોલાવાયા હતા. તેમની પણ પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હત્યાનું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા છે.
Ahmedabad,Gujarat
March 17, 2025 9:55 AM IST