અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, ભારે પવન અને કડાકા-ભડાકા સાથે થશે મેઘમહેર | weather forecast red alert for rain in 10 districts heavy winds and thunderstorms expected

0
13

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાનાં કારણે તથા અન્ય કેટલાંક કારણોથી રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 18 જેટલા નાગરિકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એન.ડી.આર.એફ.)ની 12 ટીમ વિવિધ જિલ્લામાં જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની ટીમ 20 જિલ્લામાં ઉતારવામાં આવી છે. આ દરમિયાન બુધવારે અમદાવાદ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે.

60 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

મંગળવારે દિવસ દરમિયાન 208 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં બોટાદના બરવાળામાં સૌથી વધુ 7.50 ઈંચ વરસાદ પડ્યો હતો. બીજીબાજુ સુરેન્દ્રનગરના ઈંચ સહિત કુલ 6.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે કુલ 60 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પડ્યો તેમાં મુખ્યત્ત્વે બોટાદ, સુરેન્દ્રનગરના મૂળી-થાનગઢ-ચુડા, જામનગરના જોડિયા, ભાવનગરના ઉમરાળા-વલ્લભીપુર, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ-નખત્રાણા-અંજાર, અમદાવાદના ધંધુકા-ધોલેરા, આણંદના બોરસદ-પેટલાદ-ખંભાત, મોરબીના હળવદનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : 140 ડૉક્ટરોએ 12 કલાકમાં તમામ પોસ્ટમોર્ટમ કર્યા, 3 સિવાય તમામ મૃતદેહ સળગેલા હતા

હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

હવામાન વિભાગની હવામાનની આગાહી મુજબ, બુધવારે (18 જૂન) વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ  અને 6 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

  • રેડ એલર્ટઃ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, જૂનાગઢ, પોરબંદર.
  • ઓરેન્જ એલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, અમરેલી.
  • યેલો એલર્ટઃ મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ.

અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, ભારે પવન અને કડાકા-ભડાકા સાથે થશે મેઘમહેર 2 - image

આવતીકાલે કેવું રહેશે વાતાવરણ? 

હવામાન વિભાગે ગુરુવારે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. 

અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, ભારે પવન અને કડાકા-ભડાકા સાથે થશે મેઘમહેર 3 - image

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : દીકરાનો મૃતદેહ તો મળ્યો પણ પીડિત પરિવારને વળતર ન મળ્યું

મંગળવારે ક્યાં વધારે વરસાદ? 

તાલુકો જિલ્લો ઈંચ
બરવાળા ભાવનગર 7.5
સાયલા સુરેન્દ્રનગર 6.5
બોટાદ બોટાદ 5.5
મુળી સુરેન્દ્રનગર 5.4
જોડિયા જામનગર 5
થાનગઢ સુરેન્દ્રનગર 4.75
ઉમરાળા ભાવનગર 4.75
વલ્લભીપુર ભાવનગર 4.5
ચુડા સુરેન્દ્રનગર 4
રાણપુર બોટાદ 3.5

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here