અમદાવાદ: શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જો કે આ વખતે તો અસામાજિક તત્વોએ પ્રજાના રક્ષક એવા પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો છે. જાણે કે પોલીસના કોમ્બિંગનો કોઈ ડર જ ન હોય તેમ જાહેર રોડ પર તલવારો જેવા હથિયાર સાથે આતંક મચાવ્યો છે.
ગુનાખોરીનો દર ઘટી રહ્યો હોવાના બણગા ફૂંકી રહેલા પોલીસ કમિશ્નર દ્વારા શરૂ કરવામાં આવેલા કોમ્બિંગનો અસામાજિક તત્વોને જાણે કે કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે શહેરના રખિયાલ બાપુનગર વિસ્તારને લુખ્ખા તત્વોએ જાણે કે બાનમાં લીધું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. સરવર ઉર્ફે કડવા, ફઝલ, અન્ની રાજપૂત, અલ્તાફ ઉર્ફે જુમ્મન, મહેફૂજ અને સમીર ઉર્ફે ચીકનો નામના આરોપીઓ મર્ડરના ગુનામાં આજીવન કેદ ભોગવી રહ્યા હતા.
હાથમાં તલવાર લઈ પોલીસને જ આપી ધમકી
અમદાવાદમાં ગુડારાજ, કોણ લગાવશે લગામ ?#News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate pic.twitter.com/uq3kvi3bEh— News18Gujarati (@News18Guj) December 19, 2024
જોકે આ આરોપીઓ પેરોલ પર બહાર આવીને પેરોલ જંપ કરેલ સલમાનને શોધવા માટે નીકળ્યા હતા અને નૂર મહેલ હોટલ પાસે ઉભેલા સલમાનના ભાઈને પૂછતાં તેણે સલમાન અંગે કંઈ જાણ ન હોવાનું કહ્યું હતું. જેથી આરોપીઓ ઉશ્કેરાઈને તેના પર હુમલો કર્યો હતો. જેથી તે ત્યાંથી ભાગી ગયેલા લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.
પોલીસ જ ડરી જાય તો પ્રજાનું રક્ષણ કોણ કરશે ? #News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate pic.twitter.com/oIPME08gxR
— News18Gujarati (@News18Guj) December 19, 2024
ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જો કે પોલીસને જોઈને આરોપીઓ ડરવાના બદલે ગાજ્યા હતા અને પોલીસને જ ધમકી આપવા લાગ્યા હતા. આરોપીઓમાંથી ફઝલ નામનો આરોપી છરી સાથે પોલીસ પાસે આવ્યો હતો અને ધમકી આપવા લાગ્યો હતો કે ‘‘ગાડીમાંથી કેમ નીચે ઉતર્યા છો? ગાડીમાં પાછા બેસી જાવ અને અહીંથી જતા રહો.’’ તેમ કહીને છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારબાદ અન્ની રાજપૂત પણ તલવાર સાથે આવી પહોંચ્યો હતો અને તલવાર વડે હુમલાનો પ્રયાસ કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આમ આરોપીઓએ હથિયાર સાથે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે બાપુનગર અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં એમ અલગ અલગ બે ગુના દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ સમીર ઉર્ફે ચીકના નામના આરોપીને ઝડપી અન્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. જ્યારે બનાવ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ તાત્કાલિક દોડી આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર