અમદાવાદ: રિવરફ્રન્ટ પર લૂંટનો વિચિત્ર બનાવ, સ્ત્રી મિત્રએ જ પોતાના સાગરીતોને બૂમાબૂમ કરીને બોલાવ્યા અને મોટો ખેલ ખેલ્યો-Shocking case of robbery worth over Rs 7 lakh at the riverfront in Ahmedabad

0
9

Last Updated:

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રોડ પર એક લૂંટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા મિત્રએ જ તેના સાગરીતોને બૂમાબૂમ કરીને બોલાવી લીધા અને ફરિયાદી પાસેથી 7.45 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે સમગ્ર મામલે પોલીસે આરોપીઓને ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના રિવરફ્રંટ પર લૂંટ અમદાવાદના રિવરફ્રંટ પર લૂંટ
અમદાવાદના રિવરફ્રંટ પર લૂંટ

અમદાવાદ: શહેરના રિવરફ્રન્ટ પર એક વિચિત્ર લૂંટનો બનાવ બનવા પામ્યો છે. એક આધેડ તેની મિત્રની સાથે રિવરફ્રન્ટ પર આંટો મારવા ગયા હતા. ત્યારે આ યુવતીએ બૂમાબૂમ કરીને તેના બે સાગરીતોને બોલાવીને આધેડને લૂંટી લીધા હતા. આધેડ પાસે મકાન વેચાણના રહેલા 7.45 લાખ લૂંટીને બે શખ્સો અને યુવતી ફરાર થઈ ગયા હતા. આ મામલે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવને લઈને હાલ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

ઝડપાયેલા ત્રણે આરોપીઓ ભેગા મળીને લૂંટની ઘટનાને અંજામ આપવા પ્લાન બનાવ્યો હતો. જેમાં મહિલા મિત્ર પ્રિયાએ પ્લાનિંગ બનાવીને લૂંટી લીધો હતો. જોકે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર પંચાલ મિસ્ત્રી કામ કરે છે. સાતેક વર્ષ પહેલા માતાના નામે ખરીદેલું ઓઢવનું મકાન છ માસ પહેલા 22 લાખમાં વેચ્યું હતું. જે નાણાંમાંથી લોન ભરપાઈ કરીને કેટલાક નાણાં ભાઈ અને મિત્રને આપ્યા હતા.

જ્યારે ધર્મેશભાઈએ પોતાની પાસે 7.45 લાખ રાખ્યા હતા. તેવામાં ગત રવિવારે તેમની સ્ત્રી મિત્ર પ્રિયા દાતણિયાએ ફોન કરીને મળવા બોલાવ્યા હતા. ધર્મેશભાઈ અને પ્રિયા પાલડી ખાતે હોટલમાં જમવા ગયા હતા. બાદમાં પ્રિયાએ રોકડા નાણાં એક થેલીમાં મૂક્યા હતા. જે બાદ પ્રિયાએ રિવરફ્રન્ટ પર ફરવા જવાનું કહેતા બંને ત્યાં ગયા હતા. મળતી માહિતી પ્રમાણે પહેલા બંને સુભાષબ્રિજ પાસે ગયા ત્યારે પ્રિયાએ ત્યાં બેસવાની ના પાડીને ભગવાન બુદ્ધની પ્રતિમા પાસે લઈ ગઈ હતી.

ધર્મેશભાઈ પાસે નાણાં ભરેલી થેલી હોવાથી તેમણે વોકવે પરથી ઉપરના ભાગે બેસવાનું કહીને ચાલતા જતા હતા. ધર્મેશભાઈ જતા હતા ત્યારે અચાનક પ્રિયાએ બૂમો પાડીને તેના સાગરીતો રોશન અને ઋષિને બોલાવ્યા હતા. બંનેએ આવીને ધર્મેશભાઈને પકડી રાખતા ઝપાઝપી થઈ હતી. ત્યારે અચાનક પ્રિયાએ ધર્મેશભાઈને પકડી રાખતા રોબિન અને ઋષિ 7.45 લાખ ભરેલી થેલી લૂંટી ભાગી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મામલે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. નોંધનીય છે કે બનાવના ગણતરીના સમયમાં પ્રિયા દાતણિયા, રોશન અને ઋષિ નામના આરોપીને ઝડપી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર અને પ્રિયા ત્રણ ચાર વર્ષથી એકબીજાને ઓળખે છે. પ્રિયા આર્થિક ભીંસમાં હોવાથી તેણે તેના સાગરીતો મારફતે આ લૂંટ કરાવી હતી. પ્રિયાએ બંને આરોપીને 50-50 હજાર રૂપિયા ભાગ આપવાનું નક્કી કર્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/અમદાવાદ/

અમદાવાદ: રિવરફ્રન્ટ પર લૂંટનો વિચિત્ર બનાવ, સ્ત્રી મિત્રએ જ પોતાના સાગરીતોને બૂમાબૂમ કરીને બોલાવ્યા અને ખેલ્યો મોટો ખેલ

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here