Last Updated:
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના એક દિવસ બાદ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કર્મચારીઓ માટે એક ભાવુક પત્ર લખ્યો છે.
નવી દિલ્હી: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના એક દિવસ બાદ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કર્મચારીઓ માટે એક ભાવુક પત્ર લખ્યો છે. તેમાં તેમણે આ દુર્ઘટનાને ટાટા ગ્રુપના ઇતિહાસનો સૌથી કાળો દિવસ ગણાવ્યો અને મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
પત્રમાં ચંદ્રશેખરને લખ્યું – “આ એક ખૂબ જ કપરો સમય છે, જે પણ થયું, તે સમજથી બહાર છે. એક વ્યક્તિને ખોવાનું પણ ઊંડું દુઃખ થાય છે, પણ આટલી મોટી સંખ્યામાં લોકોનું એકસાથે જવું અસહ્ય છે. અમે શોકમાં છીએ.”
અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ
ચંદ્રશેખરને જણાવ્યું કે, “ભારત, બ્રિટન અને અમેરિકાની તપાસ ટીમ અમદાવાદ પહોંચી ચૂકી છે અને દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.” તેમણે કહ્યું કે, “ટાટા જૂથ તપાસમાં પૂરતો સહયોગ કરી રહ્યું છે અને તપાસ પૂરી થયા બાદ પારદર્શિતા સાથે જાણકારી શેર કરશે.” તેમણે અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરતા કહ્યું કે, “હાલમાં ઘણી અટકળો ચાલી રહી છે, પણ આપણે ધીરજ રાખવી પડશે. પ્રશિક્ષિત તપાસકર્તા જ આ સમજી શકશે કે આ રૂટિન ફ્લાઇટ એક દુર્ઘટનામાં કેવી રીતે બદલાઈ ગઈ.”
યાત્રીઓની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા
ચંદ્રશેખરને કહ્યું કે, “જ્યારે ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને પોતાના હસ્તક લીધી હતી, ત્યારથી યાત્રીઓની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા રહી છે.” તેમણે પીડિત પરિવારોને પૂરેપૂરો સમર્થન આપવાનું વચન આપતા કહ્યું કે, “આપણે એકજૂટ થઈ આ સંકટનો સામનો કરીશું અને મદદના રસ્તાઓ શોધીશું.”
ટ્રસ્ટ અને કેરના આધાર પર બન્યું છે ટાટા ગ્રુપ
છેલ્લે તેમણે કહ્યું કે, “અમે આ ગ્રુપ ટ્રસ્ટ અને કેર સાથે ઊભું કર્યું છે. આ એક કપરો સમય છે. પણ અમે અમારી જવાબદારીઓથી પાછીપાની કરીશું નહીં. અમે આ નુકસાન વેઠીશું. અમે તેને ક્યારેય નહીં ભૂલીએ.”
Ahmedabad,Gujarat
June 13, 2025 11:53 PM IST
[ad_1]
Source link


