અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ બન્યું ડ્રગ્સનું હબ, બે પેસેન્જરો પાસેથી રૂ. 15 કરોડનું ડ્રગ્સ જપ્ત | Ahmedabad International Airport becomes drug hub drugs worth Rs 15 crore seized

HomeAhmedabadઅમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ બન્યું ડ્રગ્સનું હબ, બે પેસેન્જરો પાસેથી રૂ. 15 કરોડનું...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Ahmedabad Airport Drugs Seized: ડ્રગ્સના હબ બનેલા અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી વધુ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ડી આર આઇના અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટના બે પેસેન્જરો પાસેથી 9.5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ 15.5 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાની ઇન્ટરનેશનલ માર્કેટ કિંમત 15 કરોડ રૂપિયા થવા જાય છે. ભારતીય નાગરિકે ગાંજો વેક્યુમ પેકિંગ કરીને છુપાવ્યો હતો પણ, વેક્યુમ પેકિંગ કરતાં પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો હતો જેથી કરીને ગાંજાની ગંધ આવે નહીં.

સળંગ બે દિવસમાં અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો છે. સોમવારે કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલા થાઇલૅન્ડના નાગરિક પાસેથી 6.5 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો તેની કિંમત પાંચ કરોડ થવા જાય છે. 

કસ્ટમની કાર્યવાહી બાદ  ડી.આર.આઇને બાતમી મળી હતી કે આ જ ફ્લાઇટમાં અન્ય એક પેસેન્જર ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ માટે કામ કરી રહ્યો છે અને હાઇબ્રીડ ગાંજો બેગેજમાં લઈને આવી રહ્યો છે. આ  બાતમીના આધારે ડીઆરઆઇના અધિકારીઓએ આ ભારતીય નાગરિકના બેગેજની તપાસ કરતાં પ્લાસ્ટિકની કોથળીઓમાં કપડાંની વચ્ચે ગાંજો છુપાવેલો મળી આવ્યો હતો. 

આ ભારતીય નાગરિકે પણ ગાંજો વેક્યુમ પેકિંગ કરીને છુપાવ્યો હતો પણ તેણે ચાલાકી એ કરી હતી કે, વેક્યુમ પેકિંગ કરતાં પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો હતો જેથી કરીને ગાંજાની ગંધ આવે નહીં. ડીઆરઆઇ પાસે ચોક્કસ માહિતી હતી અને જે પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે તે ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા સિન્ડિકેટનો મેમ્બર છે. તે દેશના જુદા જુદા ઍરપૉર્ટ ઉપર ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે. 

અમદાવાદમાં બે દિવસમાં 20 કરોડનો હાઇબ્રીડ ગાંજો પકડાયો

અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી બે જ દિવસમાં ડીઆરઆઇ અને કસ્ટમ દ્વારા 20 કરોડથી વધારેનો ગાંજો પકડવામાં આવ્યો છે. આ કારણે અમદાવાદ ઍરપૉર્ટ પર ડીઆરઆઇની ખાસ નજર છે. અમદાવાદના ઍરપૉર્ટ પર આવતાં પેસેન્જરો ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હોવાથી કસ્ટમ અને કસ્ટમની એર ઇન્ટેલિજન્સ યુનિટ અને ડીઆરઆઇ નેશનલ અને ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે સંકલનમાં રહીને ધોંસ વધારી રહ્યું છે અને ડ્રગ્સ પકડી રહ્યું છે. 

અમદાવાદના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઉપર અચાનક ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓએ હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી શરુ કરી દીધી છે જેના કારણે સુરક્ષાએ એજન્સીઓ વિચારમાં પડી ગઈ છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પેસેન્જર ડ્રગ્સની હેરાફેરી કરે તેના માટે ઍરપૉર્ટ ઉપર ખાસ પ્રકારના બેગેજ સ્ક્રિનિંગ મશીન રાખવામાં આવેલા છે પણ તેને પણ થાપ આપીને ડ્રગ્સની હેરાફેરી કરાઈ રહી છે. આ કારણે ડીઆરઆઇએ પોતાના ખબરી નેટવર્કને વધારે સક્રિય કરવું પડ્યું છે. આ કારણે જ ડીઆરઆઇ એ ચોક્કસ બાતમીના આધારે પેસેન્જરને ઝડપી લીધો હતો.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon