ઈશાની પોતે જણાવે છે કે તેને ધોરણ 12માં સારા માર્કસ આવશે, સારું પરિણામ આવશે તે લક્ષ્યાંક હતો. પરંતુ તેણે ક્યારેય ધાર્યું ન હતું કે 100 ટકા સાથે તે ટોપર બનશે. ઈશાનીએ ઇંગ્લિશ કોર, હિસ્ટ્રી, પોલિટીકલ સાયન્સ, ઇકોનોમિક્સ, સાયકોલોજી આ તમામ પાંચ વિષયોમાં 100/100 ગુણ મેળવ્યા છે. ઈશાનીએ કહ્યું, “મેં સારી તૈયારી કરી હતી અને સારું પરિણામ આવશે તેનો મને વિશ્વાસ હતો, પરંતુ તમામ વિષયોમાં સંપૂર્ણ ગુણ મેળવવાની અપેક્ષા ન હતી. મેં ફક્ત પરીક્ષાની તૈયારી કરવાને બદલે સમજણ અને શીખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેનાથી મને ઘણી મદદ મળી છે.”