અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે વગર વરસાદે બે ભૂવા પડ્યા, વાહનચાલકોને હાલાકી | ahmedabad road snap without rain in posh area vijay char rasta

HomeAhmedabadઅમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે વગર વરસાદે બે ભૂવા પડ્યા, વાહનચાલકોને હાલાકી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Ahmedabad News: ગુજરાત સહિત દેશભરમાં વરસાદના કારણે પાણી ભરાવા અને ભૂવા પડવાની સમસ્યા અવાર-નવાર સામે આવતી હોય છે. પરંતુ, ગુજરાત મોડેલના વિકસિત શહેર અમદાવાદમાં તો હવે વગર વરસાદે જ ભૂવા પડવા લાગ્યા છે. AMC ની ભ્રષ્ટાચાર ભરેલી કાર્યવાહીના પગલે શહેરના પોષ વિસ્તાર ગણાતા પશ્ચિમ ઝોનમાં વગર વરસાદે ભૂવા પડવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ પણ વાંચોઃ અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીની ધરપકડ, ષડ્યંત્રનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

એક મહિના પહેલાં જ થયું હતું સમારકામ

અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં વિજય ચાર રસ્તા નજીક રોડ ઉપર બે ભૂવા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે, જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં લગભગ એક મહિના પહેલાં જ એએમસી દ્વારા રોડના સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં રોડની આ પરિસ્થિતિ થતાં સમારકામના નામે ખર્ચાયેલા નાગરિકોના ટેક્સના પૈસા કોના પેટમાં ગયાં તે એક મોટો પ્રશ્ન ઉદ્ભવી છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ધુમ્મસનું સામ્રાજ્ય, વાદળછાયું વાતાવરણ: બે દિવસની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે વગર વરસાદે બે ભૂવા પડ્યા, વાહનચાલકોને હાલાકી 2 - image

ભ્રષ્ટાચારની આશંકા

શહેરના પોષ વિસ્તારમાં પડેલાં આ ભૂવાથી મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારી છતી થઈ છે. આ સાથે જ રોડ બનાવવાથી લઈને સમારકામ સુધી ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.  



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon