અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં 20 લાખની લૂંટ, આંગડિયા પેઢીનો કર્ચમારી લૂંટાયો | Robbery worth Rs 20 lakh in Ellisbridge area of ​​Ahmedabad

HomeAhmedabadઅમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં 20 લાખની લૂંટ, આંગડિયા પેઢીનો કર્ચમારી લૂંટાયો | Robbery...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Robbery In Ahmedabad: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. એક્ટિવા પર આવેલા બે આજાણ્યા શખસોએ ધારા આંગડિયા પેઢીનો કર્મચારના 20 રૂપિયા લૂંટીને  ફરાર થઈ ગયા હતા. 

લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ 

મળતી માહિતી અનુસાર, શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ધારા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. સી.જી.રોડ સુપર મોલ ખાતે આવેલ ધારા આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઈને નીકળેલા આંગડિયા પેઢીના કર્મચારી કારમાં જઈ રહ્યા હતા.

સહજાનંદ કોલેજ ચાર રસ્તા પર એક્ટિવા પર આવેલા બે શખસોએ આંગડિયા પેઢીના કર્મચારીને રોક્યો હતો અને તમે મારા પગ ઉપર કાર ચઢાવી દીધી છે તેમ કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક શખસે એક્ટિવા પરથી ઉતરીને કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો તોડીને કારમાં રહેલી બેગ કાઢીને ફરાર થઈ ગયા હતા. આ લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મામલે પોલીસે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં 20 લાખની લૂંટ, આંગડિયા પેઢીનો કર્ચમારી લૂંટાયો 2 - image



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon