- મુખ્ય રસ્તાની સાઈડો વ્યવસ્થિત કરી, દિશાસૂચક બોર્ડ મુકાયા
- કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરાશે
- પ્રવાસન પથના બ્યૂટિફિકેશનના કાર્યને પૂર્ણ કરાશે
અમદાવાદથી ડાકોરને જોડતા મુખ્ય રસ્તાને સરકાર દ્વારા પ્રવાસન પથનું નામ અપાયું છે. મુખ્યત્વે આ રસ્તો મહેમદાવાદ, મહુધા તાલુકામાંથી પસાર થાય છે. જેથી ખેડા અને નડિયાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષાઋતુના આગમન પહેલા પ્રવાસન પથના બ્યૂટિફિકેશનના કાર્યને પૂર્ણ કરાશે. મુખ્ય રસ્તાની સાઈડો વ્યવસ્થિત કરી અને રસ્તામાં દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. રસ્તામાં કોઈ જગ્યાએ ખાડા ના પડે તેવા આયોજનો કરવામાં આવી રહ્યાં છે.
યાત્રિકોની સુવિધાને ધ્યાને રાખી છે – વિવેકસિંહ જામ
આ અંગે ખેડા અને નડિયાદના નાયબ કાર્યપાલક વિવેકસિંહ જામે જણાવ્યું હતું કે ઝુંબેશને ધ્યાને રાખીને હાથીજણથી મહેમદાવાદ થઇને ડાકોર સુધીના રસ્તા ઉપર સાઈડ સફઈની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે રંગરોગાન અને જરૂરિયાતના સ્થાને દિશા સૂચક બોર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આંવી છે.