- અજયએ અહીં 100 નંબર ડાયલ કરી ભાવનગર પોલીસની મદદ માંગી
- આખીય ગેંગને પકડીને પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે: દિવ્યાંગ અજય
- અજય તિવારીને ભાવનગર જિલ્લાના તળાજા ખાતે ભીખ મંગાવવા લાવેલ
ગુજરાતના તળાજામાં દિવ્યાંગોની પાસે ભીખ મંગાવવાનો મામલો સામે આવ્યો છે. જેમાં દિવ્યાંગ અજય રામદાસ તિવારી ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાંથી દિવ્યાંગોને નોકરી આપવાના બહાને ગુજરાતમાં લાવીને અહીં નોકરી ના બદલે ભીખ મંગાવવામાં આવી રહી છે તેવો દાવો કરી રહ્યા છે.
આખીય ગેંગને પકડીને પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે: દિવ્યાંગ અજય
અજય તિવારીને ભાવનગર જિલ્લાના તળાજા ખાતે ભીખ મંગાવવા લાવેલ હતા. તેમની સાથે ગેંગની એક મહિલા અને બાળકી પણ આવેલ હતી. દિવ્યાંગ અજયનો દાવો છેકે તળાજાથી પોલીસને ફોન કરતા તેની સાથે આવેલ મહિલા બાળકીને લઈ ભાગી ગઈ હતી. દિવ્યાંગ અજયએ અહીં 100 નંબર ડાયલ કરી ભાવનગર પોલીસની મદદ માંગી હતી. તેમનો એવો પણ દાવો છેકે ઉત્તર પ્રદેશની આખી એક ગેંગ છે. આ ગેંગ ત્યાંથી ગુજરાતમાં દિવ્યાંગને લાવીને અહીં ભીખ મગાવે છે. આવા દરેક પ્રકારનાદિવ્યાંગ મળી આશરે 400 વ્યક્તિ છે. તેમજ તમામ પાસે ભીખ મગાવાઈ રહી છે. હિન્દુના વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ વિસ્તારમાં ટોપી પહેરાવી ભીખ મગાવાઈ રહી છે. અજયની લાગણી છેકે આખીય ગેંગને પકડીને પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે.