- વાવાઝોડાની સહાયમાં મળતિયાઓને જ સહાય મળે છે તેવો ગામલોકોનો આક્ષેપ
- વીસી દારૂ પીને કચેરીમાં હંગામો મચાવતો હોવાની પણ ટીડીઓને ફરિયાદ કરાઈ
- ગોકળભાઇ વીસી માધુસિંહ વિગેરે મળી મળતિયાઓનો સર્વે કરી ભલામણો કરેલ છે
ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામમાં ગ્રામ પંચાયતના વી સી થી અરજદારો ત્રાહિમામ પોકારી ઊઠયા છે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનાપુર છોટા ગામની પંચાયત કચેરીમાં જ દારૂની રેલમછેલ ચાલી રહી છે,જે બાબતે ગામજનોએ ધાનેરા તાલુકા વિકાસ અધિકારીશ્રીને રૂબરૂમાં રજુઆત કરી હતી. ગામના જાગૃત યુવાન કાળુસિંહે સેલજી દરબાર એ જણાવ્યું હતું કે,અમારા ગામમાં ફઝ્ર અમારા ગામની કોઈપણ પ્રકારની યોગ્ય અને લોકોની જરૂરી કામગીરી કરતા નથી તેમજ આ દૃષ્ઠ પોતાની મનમાની કરતા હોય છે અને અનાપુર ગ્રામ પંચાયતમાં કાયમી દારૂ પીને આવે છે અનાપુર ગ્રામ પંચાયતની કોમ્પ્યુટરની આઈડી પણ પોતાના મળતિયાને ભાડે આપી દીધેલ છે અને અમારા ગામમાં કોઈપણ પ્રકારની કામગીરી થતી નથી તેમજ બીપોરર્ઝોન વાવાઝોડામાં લાગવગીયા લોકોના ખોટા સર્વ કરાવી પૈસાની માગણી કરી રહ્યા છે અને નાના ખેડૂતોને ખરેખર બિપોરજોન વાવાઝોડામા નુકશાન થયેલ હોવા છતાં તેમનું કોઈ સર્વ કરેલ નથી.તેમજ ગ્રામ પંચાયતમાં આવક-જાતીના દાખલાઓ,7/12/8-અ ના ઉતારા માટે પણ ધાનેરા જવુ પડે છે, વી.સી.કચેરીમાં આવતા નથી તેમજ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી જેથી આ ગ્રામ પંચાયતના વીસીને તાત્કાલિક ધોરણે છુટા કરી નવો વીસી મુકવા અમારા ગામજનોએ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે,જો તેમ છતાં જો આ વી.સીને બદલવામાં નહીં આવે તો સમગ્ર ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવુ જસવંતસિંહ દલપતસિંહ એ 50 જણની સહી સાથે અરજી આપી જણાવ્યું હતું. કાળુંસિહે જણાવેલ કે, જયંતીભાઈ તલાટી તથા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ. ગોકળભાઇ વીસી માધુસિંહ વિગેરે મળી મળતિયાઓનો સર્વે કરી ભલામણો કરેલ છે. જ્યારે નાના ખેડૂતોનો સર્વે કર્યો નથી.
તાલુકા વિકાસ અધિકારીએ શું કહ્યું?
આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક સાધતાં તેઓએ જણાવેલ કે મારી પાસે લેખિત દરજી આવેલ છે જેને તપાસ કરવાના આદેશ આપી દીધેલ છે કોઈને પણ છોડવામાં આવશે નહીં ગુનેગાર હશે તો.