અમદાવાદ: સરદારનગરમાં રહેતી યુવતીને દિલજીત દોસાંજ લાઈવ પ્રોગ્રામની ટિકિટ ઈન્સ્ટાગ્રામ પર આવેલા મેસેજથી મેળવવાનું ભારે પડ્યું છે. ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયેલા શખ્સે જુદા જુદા સ્કેનર મોકલીને યુવતી પાસેથી ટિકિટના કુલ રૂ. 68,500 મેળવી લીધા અને ટિકિટ નહીં આપીને ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો છે.
સરદારનગરમાં પરિવાર સાથે રહેતી આયેશા ખટવાણી (નામ બદલેલ છે) તેના પરિવાર સાથે રહે છે અને ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે નોકરી કરે છે. ગત મહિને દિલજીત દોસાંજના લાઈવ પ્રોગ્રામની ટિકિટ નહીં મળતા યુવતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડીના પેજ પર મેસેજ કર્યો હતો કે ‘‘કોઈની પાસે ટિકિટ હોય તો જાણ કરશો.’’
આ પણ વાંચો:
સુરેન્દ્રનગર: ઠંડા કલેજે પરિવારને ઉતાર્યો મોતને ઘાટ, તાંત્રિક નવલસિંહની વધુ એક કરતૂત સામે આવી
ત્યારબાદ અજાણ્યા આઈડી ધારક સાથે પોતાની પાસે ટિકિટ હોવાનું જણાવ્યું હતું અને અલગ અલગ સ્કેનર મારફતે યુવતી પાસેથી કુલ રૂ. 68,500 મેળવી લીધા હતા. બાદમાં ટિકિટ મેળવવા માટે મોબાઈલ નંબર અને સરનામું આપ્યું હતું. યુવતીને જ્યારે આપેલા સરનામે પર ટિકિટ લેવા માટે પહોંચી ત્યારે તે સરનામે કોઈ હાજર મળી આવ્યું ન હતું તથા આપેલા નંબર પર ફોન કરતા કોઈ મહિલાએ ફોન ઉપાડીને ‘‘રોંગ નંબર’’ છે તેમ કહીને ફોન કાપી દીધો હતો. યુવતીને અંદાજો આવી ગયો કે તેની સાથે ઠગાઈ થઈ છે. તાત્કાલિક સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરીને બનાવ અંગેની જાણ કર્યા બાદ એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:
આ તારીખે ગુજરાતમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉભા કૃષિ પાકો બચાવવા ખેડૂતોએ એલર્ટ રહેવું પડશે
ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં સાયબર આરોપીઓ અલગ અલગ રીતે ઠગીનો શિકાર લોકોને બનાવી રહ્યા છે અને જે રીતે સાયબર ક્રાઈમનો ગુનો બની રહ્યો છે તે ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે અને જેને લઈને પોલીસ પણ સાયબરને લઈ અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર