- અચીસરા ગામમાં છેલ્લાં 10 દિવસથી બીમારીનું પ્રમાણ વધ્યું
- સીમડી પી.એચ,સી.ના તમામ વર્કરો, સુપરવાઇઝરો ફોગિંગના કામે લાગ્યા
- તાલુકા હેલ્થ ઓફ્સિર ડોક્ટર ધીરેન ગોહિલે પણ મુલાકાત લીધી હતી
શિનોર તાલુકાના અચીસરા ગામે આરોગ્ય તંત્ર દ્વારા 10-10 કલાક સતત ફેગિંગ તથા સર્વેની કામગીરી કરવામાં આવતી હોવા છતાં હજુ રોગચાળાનું ચોક્કસ નિદાન થયેલ નથી. જેથી આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેને ગામે રૂબરૂ મુલાકાત લઈ સર્વે કામગીરી ચાલુ રાખવા જણાવેલ છે.
શિનોર તાલુકાના અચીસરા ગામમાં છેલ્લા 10 દિવસથી બીમારીનું પ્રમાણ ચાલુ રહ્યું હોવાના સતત રીપોર્ટ ને ધ્યાને લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ તથા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફ્સિર ડોક્ટર રાહુલ સિંગ દ્વારા આજે ગામની મુલાકાત લઇ બીમારોની મુલાકાત લઇ આશ્વાસન આપ્યું હતું અને આરોગ્યની ટીમ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેને વખાણીને બીરદાવી હતી, અને હજુ સર્વે ચાલુ રાખવા જણાવ્યું હતું.
તેઓએ ગામમાં નિહાળ્યું હતું કે ગામમાં ચોખ્ખાઈ છે, મચ્છરો નથી, પાણીનું લીકેજ નથી. પોરા નથી. છતાં ડેન્ગ્યુના કેસો ખાનગી લેબમાં મળે છે એ પણ હકીકત છે.
આજે સીમડી દવાખાનાના મેડિકલ ઓફ્સિર વૈભવ શ્રીવાસ્તવ સહિત C.H.O. મેહુલ રાવલ અને સીમડી પી.એચ,સી ,ના તમામ મેલ વર્કરો, સુપરવાઇઝરો ખડે પગે સર્વે કામગીરી સહીત ફેગીગ માં કામે લાગ્યા હતા. ગરાળી તથા દામનગર ની આશા બહેનો પણ સર્વે કામગીરીમાં અડીખમ રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફ્સિર ડોક્ટર ધીરેન ગોહિલે પણ મુલાકાત લીધી હતી.